સુરક્ષાદળોની આતંકીઓનાં ઘર પર મોટી કાર્યવાહી, બ્લાસ્ટ કરી ધ્વસ્ત કર્યા

Pahalgam Terror Attack: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સુરક્ષાદળોનું ઓપરેશન ચાલુ છે. પુલવામામાં સક્રિય આતંકવાદીઓના ઘરો ભારતીય સુરક્ષાદળો દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. નવી કાર્યવાહીમાં ખીણમાં સક્રિય આતંકવાદીઓના વધુ બે ઘરો તોડી પાડવામાં આવ્યા છે. જૂન 2023થી સક્રિય લશ્કર કેડર એહસાન અહેમદ શેખના બે માળના ઘરને સુરક્ષા દળોએ IEDનો ઉપયોગ કરીને ઉડાવી દીધું છે. તે પુલવામાના મુરાનનો રહેવાસી છે.
આવી જ બીજી એક કાર્યવાહીમાં, બે વર્ષ પહેલાં લશ્કરમાં જોડાયેલા શાહિદ અહેમદના ઘરને શોપિયાના છોટીપોરા વિસ્તારમાં ઉડાવી દેવામાં આવ્યું હતું. પહેલગામ હુમલા પછી અત્યાર સુધીમાં કુલ પાંચ આતંકવાદીના ઘરો તોડી પાડવામાં આવ્યા છે.
આ ઉપરાંત ગઈકાલે રાત્રે કુલગામના ક્વિમોહમાં સુરક્ષા દળો દ્વારા 2023માં લશ્કરમાં જોડાયેલા ઝાકિર ગનીનું ત્રીજું ઘર તોડી પાડવામાં આવ્યું હતું. પહલગામ આતંકવાદી હુમલા બાદ સક્રિય લશ્કર કેડરના આતંકવાદીઓના કુલ 5 ઘરોને ઉડાવી દેવામાં આવ્યા છે.
શુક્રવારે રાત્રે સુરક્ષાદળોએ કુલગામના ક્વિમોહમાં ઝાકિર ગનીના ઘરને ઉડાવી દીધું હતુ. તે 2023માં લશ્કરમાં જોડાયો હતો. આ સાથે સુરક્ષાદળોએ બિજબેહરામાં આદિલ થોકરના ઘરને ઉડાવી દીધું છે. આ દરમિયાન ગઈકાલે ત્રાલમાં સુરક્ષાદળોએ આસિફ શેખના ઘરને ઉડાવી દીધું.
પુલવામામાં આતંકવાદીના ઘરને તોડી પાડતા પહેલા અનંતનાગ જિલ્લાના બિજબેહરાના ગોરી વિસ્તારમાં સ્થિત પહેલગામ હુમલામાં સામેલ સ્થાનિક આતંકવાદી આદિલ હુસૈન ઠોકરના ઘર પર સુરક્ષા દળોએ બોમ્બમારો કર્યો હતો.