Washington: Tacomaમાં કિશોરોની પાર્ટીમાં ગોળીબાર, 2ના મોત, 4 ઘાયલ

ફાઇલ ફોટો
વોશિંગ્ટન: અમેરિકામાં ફરી એકવાર ફાયરિંગની ઘટના સામે આવી છે. વોશિંગ્ટનના Tacomaમાં એક ખાનગી પાર્ટીમાં ગોળીબાર થયો હતો, જેમાં 2 લોકોના મોત થયા છે અને 4 લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, પીડિતોની ઉંમર 16 થી 21 વર્ષની વચ્ચે છે.
પિયર્સ કાઉન્ટી શેરિફ વિભાગના જણાવ્યા અનુસાર, શનિવારે મધરાત્રી પછી તરત જ, ડેપ્યુટીઓને મોટી પાર્ટીમાં મોકલવામાં આવ્યા હતા અને 30થી 40 કિશોરોને (Teenage) ઘરમાંથી દોડતા અને ચીસો પાડતા જોયા હતા. ‘ઘણા ફોન કરનારાઓએ ઘરની આસપાસની ગલીઓમાં ઝઘડો થયો હોવાની જાણ કરી હતી.’
શેરિફ વિભાગે નિવેદન આપતા કહ્યું કે, “ડેપ્યુટીઓ આવે તે પહેલાં જ ગોળીબાર શરૂ થયો અને લોકો અને વાહનો ઘટનાસ્થળેથી ભાગી રહ્યાં હતાં. વાહનો પડોશમાં ફસાઈ ગયા હતા જ્યારે, આખી શેરીમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી.’ ડેપ્યુટીઓએ શેરીમાં એક પુરુષ પીડિતને શોધી કાઢ્યો અને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો , પણ પુરુષને મૃત જાહેર કરવામાં આવ્યો. વધુમાં અધિકારીઓએ જણાવ્યું કે, અન્ય 5 પીડિતોને સ્થાનિક હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા, જ્યાં 1નું મોત થયું જ્યારે અન્ય પીડિતો હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
અધિકારીઓના જણાવ્યાં અનુસાર, ગોળીબારમાં નજીકના ઘરો અને વાહનોને નુકસાન થયું છે. “જ્યારે પરિસ્થિતિઓ કાબુ બહાર નીકળી જાય છે ત્યારે માથાભારે પક્ષો કેટલા ખતરનાક બની શકે છે તે આ ધટના સાક્ષી છે.
(અહેવાલ – સમીર શુક્લ, વરિષ્ઠ પત્રકાર, ન્યુ જર્સી, USA)