January 21, 2025

મુંબઈ: ગેટવે ઓફ ઈન્ડિયા પાસે મુસાફરોથી ભરેલી બોટ દરિયામાં પલટી ગઈ

Mumbai Boat Capsized: દેશની આર્થિક રાજધાની મુંબઈથી અકસ્માતના સમાચાર આવ્યા છે. મુંબઈમાં સ્થિત પ્રસિદ્ધ ગેટવે ઓફ ઈન્ડિયા પાસે મુસાફરોથી ભરેલી બોટ દરિયામાં પલટી ગઈ છે. પોલીસે પણ આ ઘટનાની માહિતી શેર કરી છે. પોલીસે જણાવ્યું છે કે મુસાફરોથી ભરેલી બોટ દરિયામાં પલટી ગઈ છે. પોલીસે કહ્યું છે કે જે બોટ પલટી ગઈ તેમાં કેટલા મુસાફરો હતા તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.

કેવી રીતે થયો અકસ્માત?
પ્રાથમિક માહિતી મુજબ મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટા આઈલેન્ડ જઈ રહેલી બોટ અચાનક પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. આ પછી નજીકની બોટ દ્વારા બોટમાં સવાર મુસાફરોને બચાવવામાં આવી રહ્યા છે. આ ઘટના સાંજે 4 વાગ્યાની આસપાસ બની હતી. હાલમાં, હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

બચાવ કામગીરી ચાલુ
મળતી માહિતી મુજબ એલિફન્ટા જઈ રહેલી બોટનું નામ નીલકમલ હતું. તે ઉરણ, કારંજામાં ડૂબી ગઇ છે. આ બોટમાં 30 થી 35 મુસાફરો સવાર હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. નેવી, જેએનપીટી, કોસ્ટ ગાર્ડ અને યલોગેટ પોલીસ સ્ટેશન 3 અને સ્થાનિક માછીમારી બોટની મદદથી અકસ્માત સ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.