January 16, 2025

શોએબ જમાઈના વીડિયોથી હિમાચલમાં રાજકીય ગરમાવો

AIMIM: હિમાચલ પ્રદેશના શિમલામાં સ્થિત સંજૌલી મસ્જિદ AIMIM નેતા શોએબ જમાઈનો વીડિયો સામે આવ્યો છે. જેને લઈને ફરી ચર્ચાઓ થઈ રહી છે. આ વીડિયોનો વિરોધ ભાજપ અને કોંગ્રેસ બંને તરફથી કરવામાં આવી રહ્યો છે.

સંજૌલી મસ્જિદની ફરી ચર્ચા
હિમાચલ પ્રદેશના શિમલામાં સ્થિત સંજૌલી મસ્જિદ ફરી ચર્ચામાં આવી છે. આ ચર્ચાનું કારણ એ છે કે ઓવૈસીની પાર્ટી AIMIMના નેતા શોએબ જમાઈનો વીડિયો. AIMIMના નેતા શોએબ જમાઈનો આ વીડિયો સામે આવતાની સાથે ભાજપે હિમાચલ પ્રદેશ સરકાર પાસે કડક કાર્યવાહીની માંગ કરી છે. શોએબ જમાઈએ X પર પોસ્ટ કરીને ભાજપ અને કોંગ્રેસ બંને પર નિશાન સાધ્યું છે.

આ પણ વાંચો: જાડેજાની સિદ્ધિમાં વધુ એક મોરપંખ, સૌથી વધુ સિક્સર મારવામાં ધુરંધરની કરી બરોબરી

શોએબ જમાઈના વીડિયોમાં શું છે?
શોએબ જમાઈએ વીડિયોમાં કહેતો સાંભળવા મળી રહ્યો છે કે નજીકની અન્ય ઈમારતોની ઊંચાઈ પણ એટલી જ છે તો પછી મસ્જિદ પર જ આંગળી કેમ ઉઠાવવામાં આવી રહી છે. આ મસ્જિદની જેટલી ઊંચાઈ છે એટલી જ બાજૂમાં રહેલી ઈમારતની છે. તમે જોઈ શકો છો. આ આ ગેરકાયદે બાંધકામ છે તો બાકીનું કાયદેસર કેવી રીતે થશે. કે શોએબ નમાઝ પઢવાના નામે જ આવ્યો હતો અને ઉપરના માળે ચડીને વીડિયો બનાવ્યો હતો.