January 23, 2025

T20 WC 2024: ટીમ ઈન્ડિયાના આ ખેલાડીને લઈને ચર્ચા, નથી કરી શક્યો કંઈ ખાસ

T20 WC 2024: ભારતીય ટીમ હવે સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા તરફ આગળ વધી રહી છે. પરંતુ હજૂ સુધી શિવમ દુબેનું પ્રદર્શન કંઈ ખાસ જોવા મળ્યું નથી. રોહિત શર્માની કેપ્ટન્સીમાં આ વખતે ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. સુપર 8ની પહેલી મેચમાં પણ અફઘાનિસ્તાન સામે ભારતે જીત પ્રાપ્ત કરી લીધી છે. હવે ટીમના એક ખેલાડીને લઈને ચર્ચા થઈ રહી છે. કારણ કે ટીમને આ ખેલાડીને લઈને ઘણી અપેક્ષાઓ છે એમ છતાં તે હજૂ સુધી કંઈ કરી શક્યો નથી. બીસીસીઆઈનીએ કરેલી શિવમ દુબેની પસંદગીને લઈને પણ સવાલ થઈ રહ્યા છે.

રન બનાવ્યા હતા
IPLની સિઝનમાં શિવમ દુબેનું સારૂં પ્રદર્શન જોવા મળ્યું હતું. પરંતુ તેની પસંદગી પ્રમાણે તે T20 વર્લ્ડ કપ હજૂ સુધી કંઈ ખાસ કરી શક્યો ના હતો. આઈપીએલ 2024માં તેણે ઘણી વખત એવું પ્રદર્શન કર્યું કે તેના પર તમામનું ધ્યાન ગયું હતું. જાણે કે શિવમ દુબેનનું બેટ શાંત થઈ ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે. સુપર 8માં અફઘાનિસ્તાન સામેની મેચમાં તે ખાલી 10 રન કરી શક્યો હતો. આ પહેલા પાકિસ્તાન સામેની મોટી અને મહત્વપૂર્ણ મેચમાં દુબે માત્ર ત્રણ રન બનાવીને આઉટ થયો હતો. આ સાથે યુએસએસ સામે 31 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: IND vs AFG: સૂર્યકુમાર યાદવનો જાદુ, વિરાટ કોહલીના વર્લ્ડ રેકોર્ડની કરી લીધી બરાબરી

રાહ જોવી પડશે
T20 વર્લ્ડ કપમાં હાલ હારવાનો મતલબ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જવું. ખાસ વાત એ થઈ રહી છે કે શિવમ દુબેના કારણે સંજુ સેમસન ટીમની બહાર બેસવાનો વારો આવ્યો છે. આવી સ્થિતિમાં હવે એ જોવાનું રહ્યું કે રોહિત અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડ કેટલો સમય શિવમને તકો આપતા રહશે.