News 360
Breaking News

કેજરીવાલ અને અખિલેશ યાદવે ગુજરાતના શિક્ષણ પર પ્રશ્નો ઉઠાવ્યા, હર્ષ સંઘવીએ આપ્યો સણસણતો જવાબ

Shikshan Vibhag Gujarat: ગુજરાતના શિક્ષણ પર ફરી એકવાર પ્રશ્નો ઉઠાવતા નેતાઓ સામે આવ્યા છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે X પર પોસ્ટ મુકીને કર્યા સવાલ કર્યા હતા. પોસ્ટમાં કહેવાયું કે ગુજરાતનું મોડલ ફેલ થયું છે ગુજરાતની 157 સ્કુલોમાં 10માં બોર્ડના વિદ્યાર્થીઓ એક પણ પાસ ન થયા. જ્યારે આ પોસ્ટને AAPના પ્રમુખ અરવિંદ કેજરીવાલે પણ પોસ્ટ કરી હતી. આ ગુજરાત મોડલ છે. આ બીજેપી મોડલ આખા દેશમાં લાગુ કરવા ઈચ્છી રહી છે. આખા દેશને અભણ રાખવા માંગી રહી છે. હવે આ પોસ્ટનો જવાબ હર્ષ સંઘવીએ આપ્યો છે.

હર્ષ સંઘવીએ આપ્યો સણસણતો જવાબ
આ સામે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ સણસણતો જવાબ X પોસ્ટ પર કર્યો છે. નકલી નેતાઓ સાવધાન! મેં આવા નકલી અને કપટી નેતાઓ ક્યારેય જોયા નથી. ગુજરાત બોર્ડના પરિણામો હજુ સુધી જાહેર થયા નથી, પરંતુ અખિલેશ યાદવ અને તેમના સહયોગી, અરવિંદ કેજરીવાલ, સોશિયલ મીડિયા પર નકલી પરિણામો શેર કર્યા છે. આ ખોટી માહિતી ફેલાવવાનો અને જાહેર અભિપ્રાય સાથે છેડછાડ કરવાનો સ્પષ્ટ પ્રયાસ છે. આ નેતાઓને બાળકોને તેમના ગંદા રાજકારણમાં ખેંચવાનો કોઈ અધિકાર નથી.

આ પણ વાંચો: અભિષેક શર્માના પિતા પહેલીવાર મેચ જોવા ગયા અને દિવસ બની ગયો યાદગાર

આ અંગે ન્યૂઝ કેપિટલે કર્યું ફેક્ટ ચેક
જ્યારે વધુ વાત કરીએ તો વર્ષ 2023માં 272 શાળાઓ હતી કે જેમાં 100 ટકા પરિણામ હતુ જેમાં વધારો કરીને વર્ષ 2024માં 1389 શાળાઓ થઈ કે જેમનું પરિણામ 100ટકા થયું. એની સાથે જે શાળાઓ 30 ટકાથી ઓછુ પરિણામ લાવતી હતી તેમાં પણ ઘટાડો થયો. 1087 શાળાઓ વર્ષ 2023માં 30ટકાથી ઓછું પરિણામ લાવી હતી તેની જગ્યાએ વર્ષ 2024માં 264 શાળાઓ થઈ ગઈ છે.