February 22, 2025

IND vs BAN મેચમાં મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો શિખર ધવન, તસવીરો વાયરલ

IND vs BAN: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચ જોવા માટે શિખર ધવન પણ જોવા મળ્યો હતો. પરંતુ તેની સાથે સાથે મિસ્ટ્રી ગર્લ પણ જોવા મળી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.

આ પણ વાંચો: ટોરેન્ટ ગ્રુપ આ IPL ચેમ્પિયન ટીમમાં 67% હિસ્સો ખરીદશે, CCI આપી મંજૂરી

ધવનનો વીડિયો થયો વાયરલ
ચેમ્પિયન્સ ટ્રોફીમાં 19 ફેબ્રુઆરીએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાની જીત થઈ છે. આ મેચને જોવા માટે શિખર ધવન પણ પહોંચ્યા હતા. મેચ સમયનો શિખરનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને જોઈને ચાહકો અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે શિખર આ છોકરીની પાસે બેઠો છે. આ છોકરીની કોઈ માહિતી સામે આવી નથી. તમને જણાવી દઈએ કે ધવનના છૂટાછેડા 2023 માં થયા છે.