January 8, 2025

શિખર ધવન રમશે પહેલીવાર આ પાડોશી દેશની લીગ, થઈ મોટી જાહેરાત

Shikhar Dhawan: ભારતીય ટીમના ખેલાડી શિખર ધવને 24 ઓગસ્ટ 2024ના આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સાથે સ્થાનિક ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. આ કારણે તે આઈપીએલમાં પણ રમી શકશે નહીં. હવે તેમના ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ધવન ફરી એકવાર મેદાનમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. તમને જણાવી દઈએ તે નેપાળ પ્રીમિયર લીગમાં રમતો જોવા મળશે. ફ્રેન્ચાઈઝીએ જ ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે.

આ પણ વાંચો: કેપ્ટને મેદાનમાં જ ગુમાવ્યો જીવ, કેમેરામાં કેદ થયું મોત

ધવનની ટીમનો મુકાબલો
નેપાળ પ્રીમિયર લીગ 2024ની પ્રથમ સિઝન 30 નવેમ્બરથી શરૂ થવાની છે અને 21 ડિસેમ્બર સુધી રમાવાની છે. આ ટીમના કેપ્ટન સોમપાલ કામી છે. કરનાલી યક્સે ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે શિખર ધવન ભારતીય ટીમ માટે ત્રણેય ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો છે. તે 34 ટેસ્ટ મેચમાં 2315 રન અને 167 ODI મેચોમાં 6793 રન બનાવ્યા છે. નેપાળ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનમાં કુલ 8 ટીમનો આમનો સામનો થવાનો છે. જેમાં કાઠમંડુ ગુરખા, લુમ્બિની લાયન્સ, પોખરા એવેન્જર્સ, ફાર વેસ્ટ રોયલ્સ, વિરાટનગર કિંગ્સ, ચિત્વાલ રાઈનોઝ, જનકપુર બોલ્ટ્સ, કરનાલી યક્સનો સમાવેશ થાય છે.