December 20, 2024

IPL 2024: Mitali સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે Shikhar Dhawan ?

Shikhar Dhawan: આ વખતની IPL 2024ની સિઝનમાં ધવન કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. આ વખતની સિઝનમાં તે ખાલી 5 સિઝનમાં જોવા મળ્યો હતો. આ 5 મેચમાં તેણે ઓપનિંગ બેટ્સમેને 125.62ના સ્ટ્રાઈક રેટથી 152 રન બનાવ્યા હતા. આ વચ્ચે શિખર ધવને પૂર્વ ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજ સાથેના સંબંધોને લઈને ખુલાસો કર્યો છે.

સંબંધોને લઈને કર્યો ખુલાસો
પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવને પૂર્વ ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજ વચ્ચેના સંબધને લઈને ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે મારી સાથે એક મહિલા ખેલાડીના લગ્નની વાત ફેલાઈ રહી છે. તે માત્ર અફવા છે. લગ્નને લઈને જે પણ માર્કેટમાં વાત થઈ રહી છે તે તમામ વાત અફવા હોવાનું શિખર ધવને જણાવ્યું હતું. તમને જણાવી દઈએ કે શિખર ધવને આયેશા મુખર્જી વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. જોકે હવે છૂટાછેડા લઈને અલગ થઈ ગયા છે.

આ પણ વાંચો:  IPL 2024 Final Winner: વિજેતા ટીમને આટલું ઈનામ, RCBને પણ મળશે કરોડો

આઈપીએલમાં ના રમી શક્યો
ધવન આ વખતની આઈપીએલની સિઝનમાં વધારે રમી શક્યો ના હતો. કારણ કે તેને વધારે ઈજા થઈ હતી. ઓપનિંગ બેટ્સમેને 125.62ના સ્ટ્રાઈક રેટથી 152 રન બનાવ્યા હતા. ધવન સાથે તેની પહેલી પત્નીના બીજા લગ્ન હતા. આયેશા મુખર્જીને પહેલા લગ્નથી બે પુત્રીઓ છે. 2014માં આયેશાએ ધવનના પુત્ર જોરાવરને જન્મ આપ્યો હતો. આયેશા કિકબોક્સર છે. તેના પિતા બંગાળી અને માતા બ્રિટિશ છે. આ બંને 9 વર્ષ સુધી સાથે રહ્યા હતા. બાદમાં બંને છૂટાછેડા લઈને અલગ થઈ ગયા હતા.