December 29, 2024

‘તે ફાઈટર છે…’, બ્રેસ્ટ કેન્સરથી પીડાઈ રહી છે હિના ખાન, ઓનસ્ક્રીન માતાએ આપી પ્રતિક્રિયા

Lata Sabherwal on Hina Khan Cancer: હિના ખાન ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અક્ષરાનું પાત્ર ભજવીને ઘર-ઘરમાં જાણીતી બની ગઈ છે. ટીવીથી લઈને બોલિવૂડ સુધી પોતાની એક્ટિંગ સ્કિલ દેખાડનાર હિના ખાને હાલમાં જ પોતાની તબિયત અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. હિના ખાને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને સ્તન કેન્સર સામે લડવાનો ખુલાસો કર્યો હતો. હિના ખાનના આ ખુલાસા પછી અભિનેત્રીને ચાહકોની સાથે સાથે ઘણા સેલેબ્સ તરફથી પણ સમર્થન, હિંમત અને પ્રેમ મળી રહ્યો છે. હવે યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ લતા સભરવાલનું નામ પણ હિના ખાન પર પ્રેમ વરસાવનાર લોકોની યાદીમાં જોડાઈ ગયું છે.

હિના ખાનની ઓનસ્ક્રીન માતાની પ્રતિક્રિયા
‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં હિના ખાનના પાત્ર અક્ષરાની માતાની ભૂમિકા નિભાવી રહેલી અભિનેત્રી લતા સભરવાલે તાજેતરમાં કહ્યું- ‘હું આ સમાચાર સાંભળીને ખૂબ જ ચોંકી ગઈ છું. પરંતુ હું એટલું જ કહેવા માંગુ છું કે હું જાણું છું કે હિના ખૂબ જ મજબૂત છોકરી છે. તે ફાઇટર છે અને ટૂંક સમયમાં ફિટ એન્ડ ફાઇન બની જશે.

આ પણ વાંચો: અંતરિક્ષમાં ફસાયેલા સુનિતા વિલિયમ્સ ક્યા સુધી રહી શકે છે સુરક્ષિત?

હિના ખાને 29 જૂને ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં ખુલાસો કર્યો હતો કે તે બ્રેસ્ટ કેન્સરના ત્રીજા સ્ટેજથી પીડિત છે. હિના ખાને પોસ્ટમાં લખ્યું હતું કે હું તમામ અફવાઓ પર ધ્યાન આપવા માંગુ છું. હું મારા ચાહકો અને જેઓ મને પ્રેમ કરે છે અને મારી કાળજી રાખે છે તેમને કેટલાક મહત્વપૂર્ણ સમાચાર જણાવવા માંગુ છું કે મને સ્ટેજ થ્રી સ્તન કેન્સર હોવાનું નિદાન થયું છે. આ પડકારજનક રોગ હોવા છતાં હું બધાને કહેવા માંગુ છું કે હું સારી રીતે રહું છું. હું આ રોગ સામે લડવા માટે મજબૂત, નિર્ધારિત અને તૈયાર છું. મારી સારવાર શરૂ થઈ ગઈ છે. આની સામે લડવા માટે હું જે પણ જરૂરી છે તે કરવા તૈયાર છું…’