November 27, 2024

‘મંગળ’કારી રહ્યો મંગળવાર, લાઈફટાઈમ હાઈ પર બંધ થયો નિફ્ટી

Market Closing: ભારતીય શેર બજાર માટે મંગળવાર ખુબ જ શુભ રહ્યો છે. બેંકિંગ સ્ટોકમાં ખરીદીના કારણે શેર માર્કેટમાં જોરદાર તેજી જોવા મળી છે. બેંકિંગ સ્ટોક્સના ઈન્ડેક્સ નિફ્ટી બેંકમાં 560ના અંકના ઉછાળ આજના સત્રમાં જોવા મળ્યું છે. મહત્વનું છેકે, મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક્સમાં થોડો નફો મળી રહ્યો છે.

આજનો કારોબાર પુરો થયો એ સમયે બીએસઈ સેન્સેક્સ 350 અંકના ઉછાળ સાથે 73,057 અંક પર બંધ થયો છે. સેન્સેક્સે ફરી 73,000નો આંકડો પાર કરીને સફળતા મેળવી છે. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનું નિફ્ટી 75 અંકના ઉછાળ સાથે 22,196 અંક પર બંધ થયો છે. નિફ્ટી પોતાના ઐતિહાસિક હાઈ પર ક્લોઝ થઈ છે.

ફ્લેટ રહી માર્કેટ વેલ્યુ
બજારમાં તેજી હોવા છતાં સ્ટોક્સના માર્કેટ વેલ્યુ ફ્લેટ ક્લોજ થયું છે. તેના કારણે બેકિંગ છોડીને બીજા સેક્ટરમાં સ્ટોકમાં ઘટાડો થયો છે. આજના ટ્રેડમાં બીએસઈ પર લિસ્ટેડ સ્ટોક્સની માર્કેટ કેપ 391.62 લાખ રૂપિયા પર બંધ થયો છે. જે ગત સત્રમાં 391.69 લાખ કરોડ રુપિયા રહી છે. આજના સત્રમાં રોકાણકારોની સંપતિમાં 7000 કરોડ રુપિયાનો ઘટાડો આવ્યો છે.

સેક્ટરનો હાલ
આજના સત્રમાં બેંકિંગ સ્ટોક્સમાં તેજી રહી છે. આ ઉપરાંત રિયલ એસ્ટેટ, મીડિયા, એનર્જી, ઈન્ફ્રા, હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરમાં તેજી જોવા મળી છે. તો બીજી તરફ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ્સ. એફએમસીજી, ફાર્મા, ઓટો અને આઈટીના સ્ટોક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજના કારોબારમાં સ્મોલ કેપ અને મિડ કેપ શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સના 30 શેરમાંથી 18 સ્ટોક્સમાં તેજી જોવા મળી હતી. તો 12 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. બીજી તરફ નિફ્ટીમાં 50 શેરમાંથી 26 શેરમાં તેજી અને 24માં ઘટાડો થયો છે.