July 4, 2024

Share Market: સેન્સેક્સમાં 550 પોઈન્ટનું ગાબડું, નિફ્ટી 23500થી નીચે

Share Market: સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે ઘરેલૂ શેરબજારમાં શરૂઆતી ઉછાળા બાદ ઉપરી સ્તરેથી વેચવાલી જોવા મળી હતી. બેન્કિંગ અને એફએમસીજી શેર્સમાં થયેલા નુકસાનને કારણે મુખ્ય બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી નબળા પડ્યા હતા. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સમાં 500 પોઈન્ટનો ઘટાડો થયો હતો. જ્યારે નિફ્ટી 23500ની નીચે આવી ગયો હતો.

અગાઉ આઇટી શેરોની મજબૂતીના કારણે ઘરેલૂ શેરબજારમાં વૃદ્ધિનો ટ્રેન્ડ ચાલુ રહ્યો હતો. શુક્રવારે સેન્સેક્સ 200 અંકના વધારા સાથે ખુલ્યો હતો જ્યારે નિફ્ટીએ 23600ના સ્તરને પાર કર્યો હતો. જોકે શરૂઆતી ઉછાળા બાદ માર્કેટમાં વેચવાલીનું વર્ચસ્વ જોવા મળ્યું હતું.

સવારે 9:54 વાગ્યે સેન્સેક્સ 2.25 (0.00%) પોઈન્ટ ઘટીને 77,476.68 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. બીજી તરફ નિફ્ટીએ પણ તેની લીડ ગુમાવી દીધી હતી અને તે માત્ર 31.16 (0.13%) પોઈન્ટના વધારા સાથે 23,598.15 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. શરૂઆતના કારોબારમાં ડોલર સામે રૂપિયો 1 પૈસા વધીને 83.60 પર પહોંચ્યો હતો.