January 4, 2025

Navratri 2024: નવરાત્રિનો ચોથો દિવસ, જાણો મા કુષ્માંડાની કથા અને મંત્ર

Navratri 2024: શારદીય નવરાત્રિ અત્યંત શુભ માનવામાં આવે છે. નવરાત્રીનો ચોથો દિવસ દેવી કુષ્માંડાને સમર્પિત છે. તે મા દુર્ગાના નવ અવતારોમાંના એક છે. એવું માનવામાં આવે છે કે દેવી પાર્વતીએ ઉર્જા અને પ્રકાશને સંતુલિત કરવા માટે સિદ્ધિદાત્રીનું સ્વરૂપ ધારણ કર્યું હતું. જે ભક્તો માતા રાણીના આ અવતારની પૂજા કરે છે તેઓ સૂર્ય જેવુ તેજ પ્રાપ્ત કરે છે. તેમજ તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે ત્રિદેવે બ્રહ્માંડની રચના કરવાનું વિચાર્યું તે સમયે સમગ્ર બ્રહ્માંડમાં સંપૂર્ણ અંધકાર હતો. આખું બ્રહ્માંડ સ્તબ્ધ થઈ ગયું. જ્યાં ચારેબાજુ અવાજ કે ધૂન ન હતી. પછી ત્રિદેવે દેવી દુર્ગા પાસેથી મદદ લીધી. ત્યારબાદ માતા દુર્ગાના ચોથા સ્વરૂપ માતા કુષ્માંડાએ સમગ્ર બ્રહ્માંડની રચના કરી. એવું કહેવાય છે કે દેવીએ પોતાના કોમળ સ્મિતથી સમગ્ર સૃષ્ટિની રચના કરી હતી. માતાના ચહેરા પર પ્રસરેલા હળવા સ્મિતથી સમગ્ર બ્રહ્માંડ પ્રકાશિત થઈ રહ્યું હતું.

પોતાના સ્મિતથી સૃષ્ટિની રચના કરવાને કારણે, દેવી આદિશક્તિને મા કુષ્માંડા કહેવામાં આવે છે. જેનો મહિમા દૂર દૂર સુધી ફેલાયેલો છે. કુષ્માંડા દેવી સૂર્યલોકમાં નિવાસ કરે છે. બ્રહ્માંડની રચના કરનાર માતા કુષ્માંડાના ચહેરા પર હાજર તેજથી સૂર્ય પ્રકાશવાન છે. માતા સૂર્યલોકની અંદર અને બહાર દરેક જગ્યાએ નિવાસ કરે છે.

માતા કુષ્માંડાની કથા

ભગવતી દુર્ગાનું ચોથું સ્વરૂપનું નામ કૂષ્માંડા છે
પોતાની મંદ મુસ્કાન દ્વારા બ્રહ્માન્ડને ઉત્પન્ન કર્યું
જેથી તેમને કૂષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે
સૃષ્ટીનું જ્યારે અતસ્તિત્વ ન્હોતું ત્યારે સર્વત્ર અંધકાર જ હતું
દેવીએ પોતાના ઈષ્ત હાસ્યથી બ્રહ્માન્ડની રચના કરી હતી
આ જ સૃષ્ટિની આદિ-સ્વરૂપા આદિશક્તિ છે
માનું નિવાસ સૂર્યમંડલની અંદરના લોકમાં છે
ત્યાં નિવાસ કરવાની ક્ષમતા અને શક્તિ માત્ર તેમનામાં જ છે
તેમના શરીરની કાંતિ અને પ્રભા પણ સૂર્યની સમાન છે
માની ઉપાસનાથી ભક્તોના સમસ્ત રોગ-શોક દૂર થાય
માની ભક્તિથી આયુ, યશ, બળ અને આરોગ્યની વૃદ્ધિ થાય
માતા કુષ્માંડા અત્યલ્પ સેવા અને ભક્તિથી પ્રસન્ન થાય છે

બીજ મંત્ર

‘ऐं ह्री देव्यै नम:’