કડી અને વિસાવદરની પેટાચૂંટણીમાં શંકરસિંહ વાઘેલા ઉમેદવાર ઉતારશે, ઓબ્ઝર્વર નિમણૂક કરાઈ

વલસાડ: પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પારડીના ખેરલાવમાં પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના સદસ્યતા અભિયાનમાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લામાં પાર્ટીના નવા સંગઠનની રચના કરી, જિલ્લામાં હોદ્દેદારોની વરણી કરી હતી. આ દરમિયાન આગામી કડી અને વિસાવદરની પેટાચૂંટણીમાં શંકરસિંહ વાઘેલાએ ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી હતી. કડી અને વિસાવદર બેઠક પર ચૂંટણી માટે ઓબ્ઝર્વર નીમી દીધા છે.
એક જજના ઘરેથી મળેલી કરોડોની રોકડ રકમ મુદ્દે શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, આવા ભ્રષ્ટ જજોને દિલ્હીના ચાંદની ચોક વચ્ચે ઉભા રાખી મારવા પડે. ભાજપને અસામાજિક તત્વોની પાર્ટી ગણાવી ધર્માતરણ મુદ્દે પણ વરસ્યા હતા. તેમણે કહ્યું કે, ધર્માતરણ મુદ્દે હિંદુ સંગઠનો માત્ર દેખાડો જ કરે છે. ખ્રીસ્તી મિશનરીઓ દ્વારા થતું ધર્માતરણ અટકાવવા અમે રજૂઆત કરી હતી. કેશુભાઈની સરકાર વખતે અમે રજૂઆત કરી આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ સહિત પ્રાથમિક સુવિધાઓ વધારવા રજૂઆત કરી હતી.