December 19, 2024

શામળાજી પોલીસે ઝડપી પાડ્યો અંગ્રેજી દારૂનો જથ્થો, 2 આરોપી સહિત 1.18 કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત

અરવલ્લી: 31 ડિસેમ્બરને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે હવે અરવલ્લી પોલીસ સતર્ક થઈ ગઈ છે. શામળાજીના અણસોલ પોલીસ ચેકપોસ્ટ પાસેથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેને લઈને ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી અનુસાર 31 ડિસેમ્બરને લઈ અરવલ્લી પોલીસ સતર્ક થઈ ગઈ છે. શામળાજીના અણસોલ પોલીસ ચેકપોસ્ટ પાસેથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. શામળાજી પોલીસે અંગ્રેજી દારૂ ભરેલ 2 ટ્રક ઝડપી છે. પ્લાસ્ટિક દાણાની બેગ અને લાકડાની પેટીઓમાં સંતાડી દારૂ લવાતો હતો. પોલીસે બે ટ્રકમાંથી 44 લાખની કિંમતની 17600 નંગ બોટલ ઝડપી છે. તેમજ શામળાજી પોલીસે બંને ટ્રકના ડ્રાઈવરોની ધરપકડ કરી છે. વધુમાં બે આરોપીઓ સહિત 1.18 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ પણ વાંચો: અમદાવાદ પોલીસને મળી મોટી સફળતા, 3.60 કરોડની કિંમતનો 12 કિલો હાઈબ્રિડ ગાંજો પકડી પાડયો