January 22, 2025

મોહમ્મદ શમી અને સાનિયા મિર્ઝા લગ્ન કરશે?

Sania Mirza Post: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ થોડા દિવસ પહેલા જ પોતાનો નવો લૂક જાહેર કર્યો હતો. શમીના લુકની ચર્ચા દરેક જગ્યાએ જોવા મળી રહી છે. મોહમ્મદ શમીએ થોડા સમય પહેલા હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું, જેના કારણે તેમનો અલગ લૂક જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ પણ તેના સોશિયલ મીડિયા દ્વારા એક સુંદર તસવીર શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Sania Mirza (@mirzasaniar)

લોકોએ કરી અનેક કોમેન્ટ
સાનિયા મિર્ઝાની તસવીર જોઈને ફેન્સ પોતાને રોકી શક્યા ના હતા અને અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. સાનિયા મિર્ઝા સફેદ અને કાળા ડ્રેસમાં એક પોતાની પોસ્ટ કરી હતી. સાનિયા મિર્ઝાની આ પોસ્ટ પર ફેન્સ તેને મોહમ્મદ શમી સાથે લગ્ન કરવાની કોમેન્ટ કરી રહ્યા હતા. એક યુઝરે મજાક કરતા લખ્યું કે, મોહમ્મદ શમી સાથે લગ્ન કરો, હવે તેના વાળ પાછા આવી ગયા છે. બીજા એક યુઝરે લખ્યું કે, “શમી ભાઈ પણ હેન્ડસમ દેખાઈ રહ્યા છે, મેડમ, હવે સમજો.” આ રીતે સાનિયા મિર્ઝાની પોસ્ટ પર લોકોએ અનેક પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.

આ પણ વાંચો: IND અને ENG ટેસ્ટ સિરીઝનું શેડ્યૂલ જાહેર, ટીમ ઈન્ડિયાની થશે ખરી કસોટી

શું ખરેખર બંને લગ્ન કરશે?
સાનિયા મિર્ઝાએ જાન્યુઆરીમાં પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકથી છૂટાછેડા લીધા હતા. મલિકે સાનિયા મિર્ઝા સાથે ત્રીજી વખત લગ્ન કર્યા બાદ તેનાથી અલગ થઈ ગયા હતા. ત્યારથી મોહમ્મદ શમી અને સાનિયા મિર્ઝાના લગ્નના સમાચારો તેજ બની ગયા હતા. મોહમ્મદ શમી તેની પત્ની હસીન જહાંથી દૂર રહે છે. જેના કારણે અફવાઓએ વધારે જોર પકડ્યું હતું. જોકે શમીએ આ અફવાઓને અફવા ગણાવી છે. આવી વાતોને શમીએ પાયાવિહોણી ગણાવી છે.