December 18, 2024

Shahrukh Khan KD હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, Mumbai જવા રવાના

Shah Rukh Khan: શાહરૂખ ખાનની તબિયત ખરાબ થતા તેમને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે કિંગ ખાનની મેનેજર પૂજા દદલાનીએ ચાહકો સાથે તેમના સ્વાસ્થ્ય અપડેટ શેર કર્યા છે.

એરપોર્ટ જવા રવાના
ગરમીના કારણે તે ડિહાઇડ્રેશન અને ઉધરસ થઈ ગઈ હતી. જેના કારણે તેને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે અભિનેતાની તબિયતને લઈને તેના ચાહકોની ચિંતા વધી ગઈ હતી. પરંતુ હવે તેના ચાહકોને લઈને ખુશીના સમાચાર સામે આવ્યા છે. શાહરૂખ ખાનની તબિયત સુધરી છે. શાહરુખ ખાન KD હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. હાલ તે એરપોર્ટ જવા રવાના થયો છે.

શાહરૂખ ખાનની તબિયતમાં સુધારો
પૂજા દદલાનીએ શાહરૂખના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપ્યું હતું, જેમાં તેણે ટ્વીટ કરીને લખ્યું કે ‘મિસ્ટર ખાનના તમામ ચાહકો માટે સારા સમાચાર છે. તેવો હવે સ્વસ્થ છે. તમારા પ્રેમ, પ્રાર્થના અને ચિંતા બદલ આભાર. હીટવેવને કારણે શાહરૂખ ખાનની તબિયત સારી ન હતી. પરંતુ હવે તેઓની તબિયત સારી છે. શાહરૂખનને હોસ્પિટલમાં દાખલ કરાતા શાહરૂખ ખાનની પત્ની, ઇન્ટિરિયર ડિઝાઇનર ગૌરી ખાન, જુહી ચાવલા અને તેના પતિ જય મહેતા પણ તેને મળવા માટે પહોંચ્યા હતા.

આ પણ વાંચો: KKRની જીતના આનંદમાં શાહરૂખ ખાને કરી ભૂલ

દાખલ કરાયો હતો
ગળવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે આઇપીએલની ક્વોલિફાયર મેચ રમાઇ હતી. જેમાં કેકેઆરની ટીમે શાનદાર જીત હાંસલ કરી હતી. આ દરમિયાન પોતાની ટીમને સપોર્ટ કરવા માટે અભિનેતા શાહરૂખ ખાન પણ પહોંચ્યો હતો. જોકે મેચ બાદ અચાનકથી અભિનેતા શાહરૂખ ખાનની તબિયત લથડી હતી, જે બાદ તેને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.