May 19, 2024

આજે મળી હતી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શહીદી; જાણો ઇતિહાસ

અમદાવાદ:‘ઐ મેરે વતન કે લોગો જરા આંખ મેં ભર લો પાની…’ આજના દિવસના શહીદ દિન તરીકે ઉજવામાં આવે છે. આ દિવસે શહીદોનું સન્માન કરવા અને તેમના બલિદાનને યાદ કરવા માટે દર વર્ષે ઉજવવામાં આવે છે. આ દિવસે સ્વતંત્રતા સંગ્રામમાં બલિદાન આપનાર અમર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.

ફાંસી આપવામાં આવી
શહીદોનું સન્માન કરવા અને તેમના બલિદાનને યાદ કરવા માટે આજના દિવસે શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. આપણા દેશમાં બે વખત શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એક મહાત્મા ગાંધીને સમર્પિત છે અને વર્ષનો બીજો શહીદ દિવસ આજના દિવસે છે. આજના દિવસે શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી હતી. દેશના તમામ લોકો તેમને સલામ કરે છે. આજના દિવસે સરકારી અને બિનસરકારી સંસ્થાઓ દ્વારા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

આ પણ વાંચો: રશિયામાં આતંકી હુમલા મામલે PM મોદીનું ટ્વીટ – અમે રશિયા સાથે છીએ

શહીદ સુખદેવઃ સુખદેવનો જન્મ 15 મે, 1907ના થયો હતો. તેઓ પંજાબના લાયપુરના હતા. ભગતસિંહ અને સુખદેવ તેમના મિત્ર હતા. આટલું જ નહીં બંને લાહોર નેશનલ કોલેજના વિદ્યાર્થી હતા. તમને જણાવી દઈએ કે સુખદેવે સોન્ડર્સ મર્ડર કેસમાં ભગતસિંહ અને રાજગુરુનું સમર્થન કર્યું હતું.

ભગત સિંહઃ દેશ માટે પોતાનું બલિદાન આપનાર ભગત સિંહનો જન્મ 28 સપ્ટેમ્બર 1907ના થયો હતો. તેમનો જન્મ પંજાબમાં આવેલા લાયલપુરમાં થયો હતો. તેઓ સૌથી વધારે માર્ક્સના વિચારોથી ખૂબ પ્રભાવિત હતા. તેઓ એક સૂત્ર ઉપર ખૂબ પ્રખ્યાત થયા હતા જે હતું ‘ઇન્કલાબ ઝિંદાબાદ’ આ સૂત્ર આજે પણ તમામ દેશના યુવાનોને પ્રેરિત કરે છે.

શહીદ રાજગુરુઃ શહીદ રાજગુરુનો જન્મ 24 ઓગસ્ટ, 1908ના રોજ પુણે જિલ્લાના ખેડામાં થયો હતો. રાજગુરુ શિવાજીની ગેરિલા શૈલીના પ્રશંસક હોવા ઉપરાંત, લોકમાન્ય બાળ ગંગાધર તિલકના વિચારોથી પ્રભાવિત હતા.