December 18, 2024

ગુજરાતમાં પડશે કડકડતી ઠંડી, ચક્રવાતની શક્યતા…!

પ્રતિકાત્મક તસ્વીર

અમદાવાદ: સમગ્ર ભારતમાં કોલ્ડ વેવના કારણે કડકડતી ઠંડીને કારણે લોકો ઠંઠવાયા હતા. શિયાળાની સિઝન ચાલુ થતાં છેલ્લા ૨ દિવસમાં અમદાવાદ સહિત ગુજરાતભરમાં ઠંડીનો પારો ગગડ્યો જોવા મળ્યો હતો. નોંધનીય છે કે એક જ દિવસમાં આશરે 1-2 ડિગ્રી તાપમાન ઘટતું જોવા મળ્યું હતું. અમદાવાદના હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે ગુજરાતના હવામાન અંગેની પાંચ દિવસની આગાહી કરી છે. જેમા  તેમણે કહ્યું કે, ગુજરાતમાં પાંચ દિવસ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર નહીં થાય. નોંધનીય છે કે બુધવારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14.5, ગાંધીનગરમાં 13 ડિગ્રી નોંધાયુ હતું. બીજી બાજુ બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, ઉત્તર ભારતમાં હિમવર્ષાને લીધે ગુજરાતના હવામાનમાં ફેરફાર થશે અને તેની અસર પર જોવા મળશે. વધુમાં કહ્યું કે અરબીસમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતા ચક્રવાતની શક્યતા છે. ગુજરાતમાં 7 જાન્યુઆરીએ વાતાવરણમાં મોટા ફેરફારો થાય તેવી સંભાવના છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને, કચ્છમાં કાતિલ ઠંડીની આગાહી કરી હતી. નલિયામાં ઠંડી 10 ડિગ્રીથી ઘટીને 9 ડિગ્રીએ પહોંચી હતી. સમગ્ર ગુજરાતમાં શુક્રવારે 9 ડિગ્રીથી લઈને 19.5 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું હતું. બીજી બાજુ હવામાન વિભાગે હજી પણ વધુ કડકડતી ઠંડી પડવાની આગાહી કરી છે.

શુક્રવારે રાજ્યમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેર  મહત્તમ  લઘુત્તમ
અમદાવાદ 26.0 13.8
વડોદરા 26.4 14.6
ગાંધીનગર 25.6 12.0
સુરત 28.8 16.4
નલિયા 27.5 09.0
રાજકોટ 29.4 10.4
દીવ 29.8 09.7
પોરબંદર 30.6 12.6
મહુવા 29.2 12.5
ભાવનગર 26.5 13.9

ગુજરાત રાજ્ય સહિત દિલ્હી-એનઆરસીમાં છેલ્લાં બે દિવસથી તડકો પડ્યો જ નથી. દિલ્હીમાં મહત્તમ તાપમાન 14.6 ડિગ્રી સેલ્સિયસ પર સ્થિર થયું હતું. બીજી બાજુ ઉત્તર પ્રદેશના ઘણા શહેરોમાં વરસાદ અને પવનની  જોવા મળી હતી. લખનૌ, કાનપુર, વારાણસી અને પ્રયાગરાજ, મિર્ઝાપુર સહિત અનેક શહેરોમાં સવારે હળવા ઝરમર વરસાદને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો : ઉત્તર અને પૂર્વ ભારતમાં કોલ્ડ-ડે અને સિવિયર કોલ્ડ-ડેને કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું !