સુરત જિલ્લામાં વરસાદી આફતે વિનાશ વેર્યો, જુઓ ખાડી પૂરના આકાશી દ્રશ્યો
Surat Rainfall: સુરત જિલ્લામાં બે દિવસથી આવેલી આકાશી આફતે વિનાશ વેર્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અહીં આકાશી આફતે લોકોને મુશ્કેલીમાં મૂક્યા છે. જિલ્લામાં વરસેલા વરસાદનાં કારણે ખાડી પૂર આવ્યું છે, ત્યાં જ ઓલપાડનાં સાયણ વિસ્તારમાં ખાડી પૂર કેટલાક પરિવારો માટે આફત બનીને આવ્યું છે. સાયણની અનેક સોસાયટીઓના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. જેના કારણે ઘર વખરીનો સામાન પલળી ગયો છે તો સાફલ્ય સોસાયટીમાં રહેતા ઇન્દુબેનનો પરિવાર લાચાર બન્યો છે. પતિ અપંગ હોવાથી પરિવાર લાચાર થયો છે. ખાડી પૂરમાં અનાજ, કપડાં અને ઘર વખરી સામાનનેં નુકશાન કરી ગયું છે.
સુરતના અલગ અલગ વિસ્તારમાં ખાડી પૂરની પરિસ્થિતિ યથાવત
News Capital Gujarat પાસે ખાડી પૂરના આકાશી દ્રશ્યો… #Rain #weather #Monsoon #Surat #Gujarat #NewsCapitalGujarat #JaneCheGujarat@MySuratMySMC pic.twitter.com/G1kRl3b57Y— NewsCapital Gujarat (@NewsCapitalGJ) July 25, 2024
ઓલપાડના વિસ્તારોમાં ખાડીના પાણી ભરાયા
ઓલપાડના સાયણ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. અહીં સાયણની સાફ્લયા, અંબિકા, આરાધના, ગાયત્રી, કિંજલ પાર્ક, મહાવીર, ધન લક્ષ્મી સોસાયટીમાં પાણી ભરાયા છે. તો પૂર્વના ગાયત્રી, મોટા હળપતિ વાસ, આદર્શ નગર 1,2,3, કાશી ફળિયું, જનતા નગર, સહારા પાર્ક, કૈલાશ નગર પણ ખાડીના પાણી ઘુસી ગયા હતા. જોકે આજે વરસાદે વિરામ લેતા પાણી ઓસરવાનું શરૂ થયું છે. ત્યાં જ હવે રોગચારાની દહેશત સામે તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. આજે પણ અનેક સોસાયટીમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ન્યૂઝ કેપિટલ પાસે ખાડી પૂરના આકાશી દ્રશ્યો
સુરતમાં ભારે વરસાદના પગલે ખાડી પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સરથાણા, સણીયા હેમદ ગામ, વાલક ખાડી અને પર્વતપાટીયા માધવબાગ સોસાયટીના આકાશી દ્રશ્યો ન્યૂઝ કેપિટલ દ્વારા કેદ કરવામાં આવ્યા છે. જેમાં પુણા ગોડાદરાને જોડતો કાંગારુ સર્કલ વાળો રોડ પણ પાણીમાં ગરકાવ થયાના દ્રશ્યો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. સતત ચોથા દિવસે પણ સુરતમાં ખાડી પૂરની પરિસ્થિતિ યથાવત છે. ખાડી પૂરની પરિસ્થિતિના કારણે લોકોને હાલાકી પડી રહી છે. છેલ્લા આઠ કલાકથી વરસાદ બંધ હોવાથી ધીમે ધીમે ખાડી પૂરના પાણી ઉતરવા લાગ્યા છે.