December 22, 2024

ખ્યાતિ હોસ્પિટલની ઘટના બાદ આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી, સાત હોસ્પિટલોને કરાઈ સસ્પેન્ડ

Khyati Hospital Scam Update: ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની જાણ બહાર એન્જિયોપ્લાસ્ટી કરતા 2 લોકોના મોત થયા છે. આ બનાવ બનતાની સાથે સમગ્ર ગુજરાત હચમચી ગયું છે. ત્યારે ખ્યાતિ હોસ્પિટલ ઘટના બાદ આરોગ્ય વિભાગે લીધા પગલાં લીધા છે.

રાજ્ય સરકાર તરફથી તપાસના આદેશ
ખ્યાતિ હોસ્પિટલનો આ બનાવ બનતાની સાથે આરોગ્ય વિભાગ અને રાજ્ય સરકાર તરફથી તપાસના આદેશ અપાયા હતા. જેમાં કરેલી કાર્યવાહી હેઠળ ખ્યાતિ હોસ્પિટલ સહિત સાત હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે. આ હોસ્પિટલમાં અમદાવાદની ત્રણ છે અને સુરત-વડોદરા-રાજકોટની 1-1 હોસ્પિટલ તેમજ ગીર સોમનાથની હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: દ્વારકામાં DAP ખાતરની માંગ વધી, ખાતર લેવા ખેડૂતોની લાગી લાંબી લાઈનો

PMJAY યોજનામાંથી ખ્યાતિ હોસ્પિ. સહિત 7 હોસ્પિટલ સસ્પેન્ડ

  • વડોદરા અને સુરતની 1-1 હોસ્પિટલને યોજનામાંથી કરાઈ સસ્પેન્ડ
  • અમદાવાદની નારીત્વ ટર્નિંગ પોઈન્ટ હેલ્થ કેરને કરાઈ સસ્પેન્ડ
  • અમદાવાદની શિવ હોસ્પિટલને પણ કરાઈ સસ્પેન્ડ
  • ગીર સોમનાથની શ્રી જીવન જ્યોત આરોગ્ય સેવા સંઘને કરાઈ સસ્પેન્ડ
  • રાજકોટની નીહિત બેબી કેર ચિલડ્રન હોસ્પિટલને કરાઈ સસ્પેન્ડ
  • સુરતની શનશાઈન ગ્લોબલ હોસ્પિટલને કરાઈ સસ્પેન્ડ
  • વડોદરાની શનશાઈન ગ્લોબલ હોસ્પિટલને કરાઈ સસ્પેન્ડ

હોસ્પિટલની સાથે 4 સ્પેશિયાલીસ્ટ ડૉક્ટરને પણ કરાયા સસ્પેન્ડ
ડૉ.હિરેન મસરુ, ડૉ.કેતન કાલરીયા, ડૉ.મિહિર શાહ, ડૉ.પ્રશાંત વજીરાણી સસ્પેન્ડ