December 24, 2024

યુટ્યુબર અરમાન મલિક પર ગંભીર આરોપ, સગીર છોકરીને ડ્રગ્સ આપીને કર્યો રેપ!

Armaan Malik controversy: બિગ બોસ ઓટીટી 3 સ્પર્ધક અરમાન મલિકની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. થોડા દિવસો પહેલા તે વિશાલને થપ્પડ મારવા અને પછી તેની બીજી પત્ની કૃતિકા મલિક સાથે ઇન્ટિમેટ થવાના કારણે ચર્ચામાં હતો. હવે અરમાન મલિકનું નામ એક નવા વિવાદમાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે અરમાન મલિક પર એક સગીર છોકરીને ડ્રગ્સ આપીને ઘણી વખત રેપ કરવાનો આરોપ છે. આ કેસની FIR કોપી પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જેમાં પીડિતાનું નિવેદન અને પોલીસ દ્વારા લગાવવામાં આવેલ દરેક કલમો સ્પષ્ટપણે જોવા મળે છે. જોકે ન્યૂઝ કેપિટલ ગુજરાત વાયરલ થયેલી FIR કોપીનું પુષ્ટિ કરતું નથી.

અરમાન મલિક પર ગંભીર આરોપ લગાવનાર સગીર છોકરી કોણ?
વર્ષ 2019માં જે છોકરી સાથે અરમાન મલિક પર બળાત્કારનો આરોપ મૂકવામાં આવ્યો હતો, તે તેના ઘરમાં કામ કરતી 11 વર્ષની નોકરાણી છે. સગીર યુવતીએ FIRમાં લખ્યું છે કે, ‘અરમાન મલિક (સાચુ નામ- સંદીપ) ગુસ્સામાં મને મારતો હતો. 2019 માં જ્યારે અરમાનનો આખો પરિવાર અમદાવાદ આવ્યો હતો, ત્યારે તેણે ડ્રગ્સનું ઇન્જેક્શન આપ્યું અને મારી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. મેં ડરથી મારી માતાને આ વાત કહી ન હતી પરંતુ હું ખૂબ જ પરેશાન હતી. પાયલ પણ બધું જાણતી હતી છતાં પણ તેણે મને રજા ન આપી.’

બિગ બોસના ઘરમાં પણ આ બાબતની ચર્ચા થઈ રહી છે પરંતુ અરમાન મલિકે આ વાત છુપાવી છે કે પાયલના માતા-પિતાએ તેના પર ખોટો આરોપ લગાવ્યો છે.