December 24, 2024

બેંકિંગ શેરની ખરીદીના કારણે સેન્સેક્સ 937 પોઈન્ટ તો નિફ્ટીમાં 223 પોઈન્ટની તેજી

અમદાવાદ: ખાનગી અને સરકારી ક્ષેત્રની બેકિંગ સ્ટોક્સ સહિત પીએસયૂ શેરમાં જોરદાર ખરીદીના કારણે શેરમાર્કેટ જોરદાર તેજી સાથે બંધ થયું હતું. આજનો કારોબાર બંધ થાય એ સમયે BSE સેન્સેક્સ 938 પોઈન્ટના ઉછાળ સાથે 74,668 પર બંધ થયું છે તો નિફ્ટી 223 પોઈન્ટના ઉછાળ સાથે 22,643 પર બંધ થયું છે. શેર બજારમાં શાનદાર તેજીના કારણે શેર માર્કેટ કેપ ફરી એક વખત ઐતિહાસિક હાઈક પર પહોંચ્યું છે. BSE પર લિસ્ટેડ સ્ટોક્સની માર્કેટ કેપ 406.59 લાખ કરોડ રુપિયા પર બંધ થયું છે. જે ગત ટ્રેડિંગ સેશનમાં 404.09 લાખ કરોડ રૂપિયા પર બંધ થયું છે. આજના કારોબારમાં રોકાણકારોની સંપતિમાં 2.50 લાખ કરોડ રુપિયાના ઉછાળ જોવા મળ્યો છે.

આ પણ વાંચો: સુરત બાદ ઈન્દોરમાં કોંગ્રેસને ઝટકો, અક્ષય બામે પાછું ખેચ્યું નામાંકન

માર્કેટની સ્થિતિ
આજના કારોબારમાં બેંકિંગ સેક્ટના સ્ટોક્સના કારણે બજારમાં રોનક જોવા મળી હતી. નિફ્ટી બેંક 1223 પોઈન્ટના ઉછાળ સાથે 49,424 પોઈન્ટની નવી હાઈ પર બંધ થયું છે. તો નિફ્ટીનું પીએલયૂ ઈન્ડેક્સ 189 પોઈન્ટના ઉછાળ સાથે 7569 પોઈન્ટના ઉછાળ સાથે બંધ થયું છે. આ ઉપરાંત આજના ટ્રેડમાં ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, એનર્જી, કન્ઝ્યુમર ડ્યૂરેબલ્સ, હેલ્થકેર, ઓયલ એન્ડ ગેસ સેક્ટરના સ્ટોક તેજીની સાથે બંધ થયું છે. ઓટો અને આઈટી શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલ કેપ શેરમાં પણ ખરીદી જોવા મળી છે. સેન્સેક્સના 30 શેરમાંથી 26 સ્ટોક્સ ગ્રીન નિશાન સાથે તો 4 શેર લાલ નિશાન સાથે બંધ થયા છે.

માર્કેટના ટોપ શેર
આજના કારોબારમાં ICICI બેંકના સ્ટોક્સમાં 4.67 ટકાનો ઉછાળ જોવા મળ્યો છે. આ સાથે શેર પોતાના લાઈફટાઈમ હાઈ પર બંધ થયો છે. તો SBI 3.09 ટકા, ઈન્ડસઈન્ડ બેંક 2.93 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 2.93 ટકા, એક્સિસ બેંક 2.47 ટકા, એનટીપીસી 2.07 ટકાના ઉછાળ સાથે બંધ થયું છે. જ્યારે એચસીએલ ટેક 5.79 ટકા, આઈટીસી 0.44 ટકા, વિપ્રો 0.37 ટકા, બજાજ ફિનસર્વ 0.01 ટકાના ઘટાડા સાથે બંધ થયું છે.