IND vs AUS: ટીમ ઈન્ડિયાના આ 3 ખેલાડીઓ ફાઇનલમાં અપાવી શકે છે ટિકિટ

Semifinal Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની પહેલી સેમિફાઇનલ મેચ આજે રમાશે. જેમાં ટીમ ઈન્ડિયા અને ટીમ ઓસ્ટ્રેલિયા આજે ટકરાશે. ટીમ ઈન્ડિયા હજૂ એક પણ મેચ હારી નથી. બીજી બાજૂ સેમ ઓસ્ટ્રેલિયાનું પણ એવું જ છે. અત્યાર સુધીની એક પણ મેચ ટીમ હારી નથી. સેમિફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતના આ 3 ખેલાડીઓ ફાઇનલ મેચના દ્વાર ખોલી શકે છે. આવો જાણીએ આ 3 ખેલાડી કોણ છે.
આ પણ વાંચો: IND vs AUS: ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં હારનારી ટીમને કેટલા પૈસા મળશે?
વિરાટ કોહલી
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં પાકિસ્તાન સામેની મેચમાં વિરાટનું પ્રદર્શન શાનદાર જોવા મળ્યું હતું. જોકે બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડની સામેની મેચમાં વિરાટનું કંઈ ખાસ પ્રદર્શન જોવા મળ્યું નથી. આજના દિવસે પણ કંઈક એવા પ્રદર્શનની અપેક્ષા છે. ઓસ્ટ્રેલિયા સામે 47 ODI ઇનિંગ્સમાં 53.79 ની સરેરાશથી 2,367 રન બનાવ્યા છે.
વરુણ ચક્રવર્તી
ન્યૂઝીલેન્ડની સામેની મેચમાં તેણે ડેબ્યૂ કર્યું હતું. તેની પહેલી જ મેચમાં 5 વિકેટ લીધી હતી. ક્રવર્તીની બોલિંગ દુબઈની પીચ પર અસરકારક જોવા મળી રહી છે. હવે ભારતીય ટીમ આશા રાખશે કે વરુણ ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં કંઈક એવા જ પ્રદર્શનની આશા લોકો રાખી રહ્યા છે.
શ્રેયસ ઐયર
ઐયર હાલમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીમાં છે. તેણે અત્યાર સુધીમાં 150 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયાને શ્રેયસ ઐયર પાસે આજે આવા જ કંઈક પ્રદર્શનની અપેક્ષા છે.