January 19, 2025

જલવો , ઝાકમઝોળ અને જમાવટ

અંબાણી પરિવાર ફરી એક વાર ધૂમધામ માટે તૈયાર થઈ ગયો છે. ભારતના સૌથી ધનિક વ્યક્તિ એવા પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીનાં રાધિકા મર્ચન્ટ સાથે 12 જુલાઈએ લગ્ન થવાનાં છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનું ફંક્શન 6 જુલાઈથી 12 જુલાઈ વચ્ચે મુંબઈમાં યોજાશે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં લગ્ન પહેલાંની બીજી પ્રિ-વેડિંગ સેરેમનીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ બીજી પ્રિ-વેડિંગ સેરેમની જામનગરમાં માર્ચમાં યોજાયેલી પહેલી પ્રિ-વેડિંગ સેરેમનીથી સાવ અલગ હશે.