January 28, 2025

પોતાને આગ ચાંપવા માંગતો હતો સાગર પણ….સંસદ કાંડના આરોપીને લઇ મસમોટા ખુલાસા

સંસદમાં ઘુષણખોરી કેસના આરોપીઓની પૂછપરછ ચાલુ છે. આ આરોપીઓની પૂછપરછ દરમિયાન ઘણા મોટા ખુલાસા પણ થઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી સાગરે પૂછપરછ દરમિયાન મોટો ખુલાસો કર્યો છે કે અગાઉ તેણે સંસદની બહાર પોતાને સળગાવવાની યોજના બનાવી હતી. પરંતુ જેલ ક્રીમ ખરીદવા માટે ઓનલાઈન પેમેન્ટ ન કરી શકવાને કારણે તેણે આ પ્લાન પડતો મૂકવો પડ્યો.

સાગર શર્માને કરવામાં આવી પૂછપરછ
તપાસ એજન્સીઓથી જોડાયેલા સુત્રોનું કહેવું છે કે લખનઉના રહેવાસી આરોપી સાગર શર્માને પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું હતું કે પહેલા તેનો પ્લાન કંઇક બીજો હતો. પરંતુ બાદમાં આ પ્લાનને છોડી દીધો.

પેમેન્ટ ન થવા પર ટાળ્યો પ્લાન
દિલ્હી પોલીસની સ્પેશ્યિલ સેલને સાગરે જણાવ્યું કે એક જેલ જેવી વસ્તુ ઓનલાઇન ખરીદવાનો યોજના બનાવી હતી. જેને શરીર પર લગાવવાથી આગથી પોતાને બચાવી શકે . પરંતુ ઓનલાઇન પેમેન્ટ ન કરવાના કારણે જેલ ખરીદી શક્યો નહીં. જેના કારણથી સંસદની બહાર પોતાને આગ લગાવવાના પ્લાનને ડ્રોપ કરવો પડ્યો.
આ પણ જુઓ : ‘હાથના ઈશારા નહીં…જીભનો ઉપયોગ કરો’, ભડકેલા જગદીપ ધનખરેએ રાઘવ ચઢ્ઢાની સંસદમાં કાઢી ઝાટકણી

સાગરના ઘરમાંથી મળી ડાયરી
આ પહેલા સાગરને લખનઉ સ્થિત ઘરમાંથી એક ડાયરી મળી છે જેમા તેણે લખ્યું હતું કે ઘરથી વિદાય લેવોનો સમય નજીક આવી ગયો છે. સાગરના પરિવારજનોએ આ ડાયરી સ્થાનિક પોલીસને આપી દીધી છે. હવે આ ડાયરી દિલ્હી પોલીસને મોકલી દેવામાં આવી છે જે આખા મામલાની તપાસ કરી રહી છે. આ ડાયરીમાં 2015 થી 2021 વચ્ચે લખવામાં આવ્યું છે. જેમા ક્રાંતિકારીઓના કેટલાક વિચારોથી લઇને કવિતાઓ અને તેના વિચાર લખવામાં આવ્યા છે.

સેનામાં જોડાવવા માંગતો હતો સાગર
ડાયરીમાં એક જગ્યાએ સાગરે લખ્યું, હવે ઘરથી વિદાય લેવાનો સમય નજીક આવી ગાય છે. તેણે આગળ લખ્યું છે કે એક તરફ ડર છે તો બીજી તર ફ કંઇપણ કરી લેવાની આગ છે. એત જગ્યાએ સાગરે એવું પણ લખ્યું કે દુનિયામાં તાકાતવર લોકો એ નથી જે છીનવવાનું જાણે છે તાકાતવર વ્યક્તિ એ છે કે જે દરેક સુખ ત્યાગની ક્ષમતા રાખે છે. તેની પાસેથી કેટલીક ખોજી ઉપન્યાસ અને એડોલ્ફ હિટલરના મિન કેમ્ફની બુક્સ પણ મળી છે.

પરિવારના સદસ્યો અનુસાર પોલીસ સુત્રોએ જણાવ્યું કે સાગર 12 પાસ છે તે સેનામાં સામેલ થવા માંગતો હતો અને તેના માટે સાગરે ઘણી કોશિશ પણ કરી હતી. પરંતુ તે નાકામ રહ્યો. તે પછી તે બેંગલુરુ જતો રહ્યો જ્યાં કેટલાક વર્ષ રહ્યો, થોડાક મહિના પહેલા લખનઉ આવ્યો. અહીં આવીને તેને ઇ-રિક્ષા ચલાવવાનું શરૂ કરી દીધું.