December 29, 2024

દિમાગ વ્યસ્ત તો લાઈફ જબરદસ્ત, જાણો લોંગ લાઈફ જીવવા શું કરી શકાય

Secret Of Long Life: આજના ડિજિટલ યુગમાં દરેક વ્યક્તિ એક સ્વસ્થ અને લાંબુ જીવન જીવવા માટે પ્રયાસ કરતો રહે છે. પોતાની હેલ્થ પ્રત્યે સભાન લોકો દૈનિક ધોરણે જીમથી લઈને યોગા સુધી અને મોર્નિંગ વૉકથી લઈને સાયકલિંગ સુધીની કસરત કરે છે. તાજેતરમાં થયેલા એક રીસર્ચમાંથી એ વાત જાણવા મળી છે કે, દિમાગને જેટલું બિઝી રાખીશું એટલું શારીરિક શક્તિને ફાયદો થવાનો છે. બ્રેઈન ક્વોલિટી ઓફ લાઈફ અને લેન્થ ઓફ લાઈફ બન્ને પર અસર કરી શકે છે. માઈન્ડ જેટલું એક્ટિવ એટલી જ ડિમેંશિયા જેવી ગંભીર બીમારી દૂર.

નિષ્ણાંતોનો મત
નિષ્ણાંતોનું એવું માનવું છે કે, જ્યાં સુધી વ્યક્તિનું દિમાગ સક્રિય રહે છે ત્યાં સુધી શરીર સ્વસ્થ રહે છે. નવી નવી જાણકારી દિમાગ સ્વીકારતું રહે છે. આવી માહિતીને દિમાગ પ્રોસેસ કરતું રહે છે. દિમાગ એક્ટિવ રહે તો મગજના સેલ્સ વચ્ચે એક નવા ક્નેક્શન બને છે. જેના કારણે દિમાગની કામ કરવાની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થાય છે. આના કારણે દિમાગ પણ એક્ટિવ રહે છે અને ઉંમર આગળ વધવાની સ્પીડ પર થોડી બ્રેક લાગી જાય છે. ડિમેંશિયા એક ગંભીર માનસિક રોગ છે. જેમાં વ્યક્તિનો મેમરી પાવર, વિચારવાની શક્તિ અને દૈનિક કાર્યમાં જે સ્પીડ આવે છે ધીમે ધીમે ઓછી થતી જાય છે.

આ પણ વાંચો: ઊભા રહીને પાણી પીતા હોવ તો ચેતી જજો, કિડનીમાં મુશ્કેલી થઈ શકે

રીસર્ચનો રીપોર્ટ તૈયાર કરાયો
રીસર્ચમાંથી જાણવા મળ્યું છે કે, જે લોકો પોતાના દિમાગને સતત એક્ટિવ રાખે છે તેઓ ડિમેંશિયા જેવી ગંભીર બીમારીનો શિકાર થતા નથી. આનાથી બીજો ફાયદો એ થાય છે કે, બીજી કોઈ માનસિક બીમારી અસર કરતી નથી. શરીર સ્વસ્થ રહે છે.