અમદાવાદમાં કોલ્ડ પ્લે કોન્સર્ટનો આજે બીજો દિવસ, નરેન્દ્ર સ્ટેડિયમ બહાર હકડેઠઠ ભીડ
અમદાવાદ: અમદાવાદમાં કોલ્ડ પ્લે કોન્સર્ટનો આજે બીજો દિવસ છે. ગઈકાલે શનિવારે પ્રથમ દિવસે લાખો લોકોએ આ કોન્સર્ટ નિહાળ્યો હતો. આજે રવિવારે બીજા દિવસે પણ લોકોમાં એટલો જ ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર પ્રેસકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ગુજરાત બહારના દર્શકો પણ કોન્સર્ટ જોવા અમદાાદા ખાતે પહોંચ્યા છે. આ સાથે નમો સ્ટેડિયમ જવા માટે મેટ્રોમાં હકડેઠઠ મેદની ઉમટી પડી છે.
આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે કોન્સર્ટનો બીજો દિવસ છે. સાંજે પાંચ વાગ્યે કલાકારોનું પર્ફોમન્સ શરૂ થવાનું છે. ત્યારે અત્યારથી જ સ્ટેડિયમ તરફ મ્યુઝિક લવર્સનો પ્રવાહ આવવા લાગ્યો છે. શનિવારની માફક આજે પણ મેટ્રોમાં ભીડ જોવા મળી રહી છે. બીજા દિવસે પણ ગુજરાત ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં મ્યુઝિક લવર્સ કોન્સર્ટ માણવા અમદાવાદ આવી પહોંચ્યા છે.
કોલ્ડપ્લે કોન્સર્ટના સ્થળ પર દેશભક્તિનો રંગ જોવા મળ્યો
પાંચ વાગ્યે શરૂ થનારા કોન્સર્ટ માટે સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં પ્રેક્ષકો આવી પહોંચ્યા છે. આજે પ્રજાસત્તાક પર્વ હોય અહીં પણ દેશભક્તિના રંગે રંગાયેલા યંગસ્ટર્સ જોવા મળ્યા હતા.