January 15, 2025

SME IPOને લઈ કડક થયું સેબી, રોકાણકારો માટે જાણવું ખુબ જ જરૂરી

નાના અને મધ્યમ ઉદ્યોગો (એસએમઈ) આપીઓ અથવા કંપનીઓના રિટર્નને લઈ ચાલી રહેલી ચર્ચા વચ્ચે હવે ભારતીય પ્રતિભૂતિ એવં વિનિમય બોર્ડ (સેબી) નિયમનો કડક કરવાના મૂડમાં છે. સેબીના પૂર્ણકાલિન સભ્ય અશ્વિની ભાટીયાએ તેના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે, સેબી એસએમઈ આઈપીઓનું ધ્યાન રાખવા માટે નિયમોને ચુસ્ત કરશે. આ ટિપ્પણી સેબી દ્વારા રોકાણકારોને એસેએમઈના ભ્રામક બિઝનેસના અનુમાનો વિશે ચેતવણી આપવાના થોડા દિવસો બાદ આવી છે. ભાટીયાએ જણાવ્યું કે, વર્ષના અંત પહેલા એક પહેલું પર એક સર્કુલર લેટર લાવવાની યોજના છે.

ચાર્ટર્ડ એકાઉન્ટને સલાહ
ભાટીએ કહ્યું કે, આ બદલાવોમાં સારી રીતે ધ્યાન અને ચાર્ટર્ડ એકાઉન્ટના મોર્ચે સખત તપાસ સામેલ હશે. તેમણે કહ્યું કે, જો ચેર્ટર્ડ એકાઉન્ટ (સીએ) પોતાનું કામ લગન સાથે કરે તો સમસ્યાઓથી બચી શકાય છે. ભાટીયાએ કહ્યું કે, પ્રાથમિક નિર્ગમ નાણાકિય વર્ષના પહેલા પાંચ મહિનામાં જ બે લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. જ્યારે ગત પાછલા નાણાકિય વર્ષ 2023-24માં આ આંકડો 1.97 લાખ કરોડ હતો.

આ પણ વાંચો: Paralympics 2024 Day 3 Live: બેડમિન્ટન ખેલાડી મનદીપ કૌર જીતી, શૂટર ફોર્મેટ માટે ક્વોલિફિકેશન મેચ શરૂ

સેવીએ રોકાણકારોને ચેતવણી આપી
તાજેતરમાં જ સેબી એ રોકાણકારોને એવી નાની અને મઘ્યમ કદની કંપનીઓ (એસએમઈ)ના શેરોમાં પોતાના પૈસા રોકતા પહેલા ચેતવ્યા હતા. જેઓ પોતાની કંપનીની ખોટી માહિતી અને તસવીરો શેર કરીને મૂલ્યોમાં હેરફેર કરે છે. તમને જણાવી દઈએ કે, લિસ્ટિંગ બાદ કેટલીક એસએમઈ કંપનીઓ અથવા પ્રવર્તક એવી સાર્વજનિક ઘોષણાઓ કરે છે. જેથી તેમની કંપનીના પરિચાલનની સકારાત્મક છબીઓ બને છે. આવી ઘોષણાઓ બાદ ઈશ્યૂ, સ્ટોક સ્પ્લિટ અને પ્રેફેંશિયલ અલોટમેન્ટ જેવી અલગ-અલદ કોર્પોરેટ કાર્યવાહીઓ કરવામાં આવે છે.

સેબીએ કહ્યું- રોકાણકારોને આગ્રહ કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત રીત પ્રત્યે સાવધાન રહે અને સતર્ક રહે તથા એવી પ્રતિભૂતિયોમાં રોકાણ કરતા પહેલા સાવધાની રાખે, રોકાણકારોને સલાહ આપવામાં આવે છે કે, તેઓ ખોટી સોશિયલ મીડિયા પોસ્ટ પર વિશ્વાસ કરે નહીં અને સલાહો/અફવાહોના આધાર પર રોકાણ કરે નહીં.