January 18, 2025

અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા બેઠકના EVM સ્ટ્રોંગરૂમ ખાતે સીલ

લોકસભા ચૂંટણી 2024: ગુજરાતમાં ગઈકાલે મતદાન બાદ સાંજે આંકડા આવતા જ રાજકીય પક્ષો અનેક અટકળો લગાવી રહ્યા છે. ગુજરાતમાં 25 બેઠકો પર સરેરાશ 60 ટકાથી ઓછું મતદાન થયું છે. વલસાડ 72.24 ટકા વોટિંગ સાથે અવ્વલ છે. તો અમરેલીમાં માત્ર 49.22 ટકા મતદાન નોંધાયું છે. ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર સરેરાશ 60% મતદાન જ થયું છે. ત્યારે ગુજરાત લોકસભાની ચૂંટણીના ઉમેદવારના ભાવી EVM કેદ થઇ ગયા છે. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા બેઠકના EVM સ્ટ્રોંગરૂમ ખાતે સિલ કરાયા છે.

મળતી માહિતી અનુસાર અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા બેઠકના EVM સ્ટ્રોંગરૂમ ખાતે સિલ કરાયા છે. અમદાવાદમાં બે સ્ટ્રોંગરૂમ પર થ્રિ લેયર સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવી છે. ગુજરાત કોલેજ ખાતે મોડી રાત સુધી ચાલી સિલિંગની પ્રકિયા જે સવારે પૂર્ણ થઇ છે. જ્યારે એલડી એન્જીનિયરિંગ કોલેજના સ્ટ્રોંગરૂમ સિલિંગ પ્રક્રિયા પૂર્ણ થઇ છે. તો 4 જુને લોકસભા બેઠકનું પરિણામ જાહેર થશે. ગુજરાતના 25 બેઠકની મત ગણતરી સમયે સ્ટ્રોંગરૂમ ખોલવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યની 25 લોકસભાની બેઠક પર માત્ર 59.49%  મતદાન થયું છે. જેમાં સૌથી વધારે મતદાન વલસાડમાં 72.24% મતદાન થયુ છે. સૌથી ઓછું મતદાન અમરેલી બેઠક પર 49.22% મતદાન થયું છે. જો વર્ષ 2019ની લોકસભા ચૂંટણીની સરખામણી કરતા 4% મતદાન ઘટ્યું છે. વર્ષે 2019માં લોકસભાની ચૂંટણીમાં 64.11 મતદાન થયું હતું. રાજ્યમાં સવારે 11 વાગ્યા સુધીમાં એટલે કે ચાર કલાકમાં જ 24.35% મતદાન નોંધાયું છે. સૌથી વધુ મતદાન બનાસકાંઠા જિલ્લામાં નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન પોરબંદર જિલ્લામાં નોંધાયું છે. વહેલી સવારથી જ મતદાન મથકો પર લાઇનો લાગી ગઈ છે. લોકો ઉત્સાહભેર મતદાન કરવા માટે પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ મતદાન કર્યું હતું.