December 22, 2024

મૂર્તિકાર અરુણે કહ્યું; પ્રભુમાં પ્રાણ,બોલો જય શ્રી રામ…

RAM - NEWSCAPITAL

અયોધ્યામાં ભગવાન શ્રીરામના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઊમટી રહ્યા છે. ભગવાનની મનોહર મૂર્તિ જોઈને સૌકોઈ મંત્રમુગ્ધ થઈ જાય છે. ભગવાનની મૂર્તિ પરથી નજર હટાવવી મુશ્કેલ છે, આ મૂર્તિ કોણે બનાવી ? સ્વાભાવિક રીતે તમે કહેશો કે મૂર્તિકાર અરુણ યોગીરાજ.  હવે અરુણ યોગીરાજ જ કહે છે કે, આ તેમનું કામ નથી. તેમની વાતને સાંભળીએ, સમજવાનો પ્રયત્ન કરીએ તો ખ્યાલ આવે કે કદાચ ભગવાને પોતે જ તેમનું આ સ્વરૂપ ધારણ કર્યું છે.

પ્રાણપ્રતિષ્ઠા બાદ ભગવાને અલગ સ્વરૂપ ધારણ કર્યું

યોગીરાજે કહ્યું કે, ‘મૂર્તિ નિર્માણના સમયે અલગ દેખાતી હતી. પણ પ્રાણપ્રતિષ્ઠા બાદ ભગવાને અલગ સ્વરૂપ ધારણ કર્યું છે. રામલલાની જે મૂર્તિને હું સાત મહિના સુધી તૈયાર કરતો હતો, એને પ્રાણપ્રતિષ્ઠા બાદ હું પોતે ઓળખી નહોતો શક્યો. ગર્ભગૃહમાં જતા જ ખૂબ બદલાઈ ગયું, મૂર્તિની આભા કંઈ અલગ જ થઈ ગઈ. આ પરિવર્તન વિશે ત્યાં હાજર લોકો સાથે મેં ચર્ચા કરી. ભગવાનનો આ ચમત્કાર જ છે કે બીજું કંઈ.’RAM - NEWSCAPITALહવે આવી જ બીજી એક ઘટના વિશે અમે તમને જણાવીએ,

યોગીરાજે એમ પણ કહ્યું હતું કે, ‘અમે મૂર્તિ નિર્માણ કરતા હતા ત્યારે રોજ વાંદરા એ જગ્યાએ આવતા, મૂર્તિનું કામ જોતા અને પાછા જતા રહેતા હતા. વાંદરાઓના કારણે અમને મુશ્કેલી થતી હતી. એટલે વર્કશોપને કવર કરાઈ. એમ છતાં વાંદરા આવ્યા. હવે વાંદરાઓ વર્કશોપનો દરવાજો ખટખટાવા લાગ્યા. અમે દરવાજો ખોલ્યો તો વાંદરા અંદર આવ્યા. પહેલાંની જેમ મૂર્તિનું નિર્માણ જોયું અને જતા રહ્યા.’

ચોક્કસ જ આસ્થાનો સવાલ હોય તો પુરાવાની શી જરૂર

Story – Jigar Thaker