December 29, 2024

સુપ્રીમ કોર્ટે બુલડોઝર કાર્યવાહી પર આપ્યો મહત્વનો ચુકાદો

Supreme Court: સુપ્રીમ કોર્ટે બુલડોઝર કાર્યવાહી પર આજે મહત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં કોર્ટે કહ્યું કે જો કાયદાની પ્રક્રિયાને અનુસર્યા વિના આરોપી અથવા દોષિતનું ઘર તોડી પાડવામાં આવે છે, તો તેના પરિવારને વળતર તેમજ મનસ્વી રીતે અથવા ગેરકાયદેસર રીતે કામ કરતા અધિકારીઓ સામે કાર્યવાહી કરાશે.

સુપ્રીમ કોર્ટનો બુલડોઝર કાર્યવાહી પર મહત્વનો ચુકાદો
કોર્ટે કહ્યું કે ન્યાય આપવાનું કામ ન્યાયતંત્રનું છે. જો કોઈ કેસમાં આરોપી એક છે તો ઘર તોડીને સમગ્ર પરિવારને કેમ સજા આપવામાં આવે? સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે. જો કાયદાની પ્રક્રિયાને અનુસર્યા વિના આરોપી અથવા દોષિતનું ઘર તોડી પાડવામાં આવે છે, તો તેના પરિવારને વળતર તેમજ મનસ્વી રીતે અથવા ગેરકાયદેસર રીતે કામ કરતા અધિકારીઓ સામે કાર્યવાહી કરાશે.

આ પણ વાંચો:India vs South-Africa સિરીઝ પહેલા ભારતીય ટીમને મોટો ફટકો, આ ખેલાડી ઈજાગ્રસ્ત

મિલકત તોડી પાડવાનો નિર્ણય
કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે બુલડોઝર એક્શનનું મનમાની વલણ સહન કરાશે નહીં. કોર્ટે આ પહેલા જ્યારે ચુકાદો સંભળાવ્યો હતો ત્યારે કહ્યું હતું કે ઘર એક સપના જેવું હોય છે. કોઈનું ઘર તેની અંતિમ સુરક્ષા હોય છે. કોઈ પણ સત્તાનો દુરઉપયોગ ના થવો જોઈએ. જેના કારણએ કોઈ પણ આરોપીનું ઘર તોડી શકાય નહીં. આરોપીની સજા તેના પરિવારને ના મળવી જોઈએ.