રાજ્યમાં કાળઝાળ ગરમીનો કહેર, અમદાવાદમાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું

અમદાવાદ: રાજ્યમાં કાળઝાળ ગરમીનો કહેર વર્તાયો છે. અમદાવાદમાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે રાજ્યમાં સૌથી વધુ 42.8 ડિગ્રી સુરેન્દ્રનગરમાં નોંધાયું છે. રાજ્યના 14 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે.
ડીસા 41.6, ગાંધીનગર 41.2, વલ્લભ વિદ્યાનગર 41.9, ભુજ 42.4 ડિગ્રી, વડોદરામાં 41.2 ડિગ્રી જ્યારે નલિયામાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમરેલીમાં 41.6 પોરબંદરમાં 41 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 42.3, કેશોદમાં 41.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
આવતીકાલે પણ ગુજરાતમાં હીટ વેવની શક્યતા છે. આવતીકાલે અમદાવાદ, ગાંધીનગર, આણંદ, સુરત, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ છે. તેમજ પોરબંદર, ભાવનગર અને સાબરકાંઠામાં યલો એલર્ટ છે. સમુદ્રકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજ યુક્ત હવામાન રહેવાની શક્યતા છે.