December 17, 2024

બાળકોની જાતીય સતામણી મામલે SCની લાલ આંખ, કહ્યું- તમામ રાજ્યો કેન્દ્ર સરકારની ગાઇડલાઇન લાગુ કરે

SC Strict on Harassment Children: બાળકોની જાતિય સતામણીની ઘટનાઓ પર સુપ્રીમ કોર્ટે ફરી એકવાર કડક વલણ દાખવ્યું છે. મહારાષ્ટ્રના બદલાપુર સહિત દેશની ઘણી શાળાઓમાં બાળકોની જાતીય સતામણીની તાજેતરની ઘટનાઓને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ગાઇડલાઇનની નકલ તમામ રાજ્યોના મુખ્ય સચિવોને તેના અમલ માટે મોકલવાનું કહ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમામ રાજ્યોએ કેન્દ્રની ગાઇડલાઇનનો અમલ કરવો જોઈએ.

NCPCRરને સ્ટેટ સ્ટેટસ રિપોર્ટ પણ સબમિટ કરો
કોર્ટે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR)ને રાજ્યો દ્વારા માર્ગદર્શિકાના અમલીકરણ પર દેખરેખ રાખવા જણાવ્યું હતું. NCPCRને સ્ટેટ સ્ટેટસ રિપોર્ટ પણ સબમિટ કર્યો.

આ પણ વાંચો: બદલાપુર રેપ કેસના આરોપી અક્ષય શિંદેનું મોત, પોલીસની ગોળીથી ઘાયલ થયો હતો

કેન્દ્ર સરકારે 2021માં ગાઇડલાઇન બનાવી હતી
નોંધનીય છે કે, 1 ઓક્ટોબર, 2021ના રોજ કેન્દ્ર સરકારે શાળાઓમાં બાળકોની જાતીય સતામણી અંગે ગાઇડલાઇન બનાવી છે. NGO બચપન બચાવો આંદોલને દેશભરની શૈક્ષણિક સંસ્થાઓમાં બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકારની ગાઇડલાઇન લાગુ કરવા કોર્ટ પાસે માંગ કરી છે.

કેન્દ્ર સરકારે આ ગાઇડલાઇન બહાર પાડી હતી
ઓક્ટોબર 2021માં કેન્દ્ર સરકારે બાળકોની સુરક્ષાને લઈને અનેક ગાઇડલાઇન બહાર પાડી હતી. જેમાં શાળામાં સ્ટાફની ચકાસણી, શાળામાં સીસીટીવી કેમેરાનું મોનીટરીંગ, શિક્ષકો અને વાલીઓની મીટીંગ અને નિયમિત અંતરે સુરક્ષા માપદંડોની ચકાસણીનો સમાવેશ થાય છે. કોર્ટે હવે આ માર્ગદર્શિકાને સમગ્ર રાજ્યમાં લાગુ કરવાનો નિર્દેશ આપ્યો છે.

માત્ર 5 રાજ્યોએ ગાઇડલાઇનનું પાલન કર્યું
NGOએ આરોપ લગાવ્યો છે કે માત્ર પાંચ રાજ્યો (પંજાબ, જમ્મુ અને કાશ્મીર, મધ્યપ્રદેશ, મિઝોરમ, દમણ અને દીવ) બાળકોની સુરક્ષા અંગે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાનું પાલન કરે છે. બાકીના રાજ્યોએ કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાનું સહેજ પણ પાલન કર્યું નથી.