June 26, 2024

SAY NO TO DRUGS: વડોદરા શહેર SOG દ્વારા વિવિધ જગ્યાએ ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન

દર્શન ચૌધરી, વડોદરા: 12 જૂનથી 26 જૂન સુધી વડોદરા શહેરમાં નશા મુક્ત પખવાડિયા અંતર્ગત વડોદરા એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટર વી.એસ.પટેલ દ્વારા અવાર-નવાર વડોદરા શહરેના જુદા-જુદા વિસ્તારોમાં યુવાનોમાં નશીલા પદાર્થો વિશે અવેરનેસ લાવવા તથા આવા નશાનું સેવન ન કરે અને ડ્ર્ગ્સ સંબંધી સમાજમાં જાગૃતિ લાવવા ‘ડ્રગ્સ અવેરનેસ’ પ્રોગામ કરવામાં આવે છે. આ સાથે જ જાહેર સ્થળો કે જેમાં યુવા પેઢીઓ દ્વારા વધુ પસંદ કરવામાં આવતી હોય તેવી જગ્યાઓએ અને તે જગ્યા સાથે સંકળાયેલા આજુબાજુના લોકોમાં ડ્રગ્સ સંબંધી અવેરનેસ લાવવાના નવા પ્રયાસ કરવામાાં આવે છે.

વધુમાં જાહેર રસ્તાઓ ઉપર પણ બેનરો લગાવી ‘SAY NO TO DRUGS’ના સૂત્રને વધુ પ્રમાણમાં અસરકારક બનાવવા અને વૈશ્વિક ડ્રગ સમસ્યા બહુપક્ષીય પડકાર સામે જાગતૃતા લાવવાના પ્રયાસ સાથે વડોદરા શહરે એસ.ઓ.જી. પોલીસ દ્વારા અટલાદરા ખાતે આવેલ ‘બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય” ખાતે પોલીસ સ્ટાફ અને બ્રહ્મકુમારી વિદ્યાલયના સભ્યો મળી વડોદરા શહરેને ડ્ર્ગ્સથી મકુત કરવા અને અવેરનેસ લાવવા સંકલ્પ કરી ડ્ર્ગ્સ અવેરનેસ સંબંધી રેલીનું આયોજન કર્યું હતું.

આ રેલીમાં ગેંડા સર્કલ પાસે ‘સેન્ટ્રલ સ્ક્વેર’ શોપીંગ મોલના કર્મીઓ, મેનેજરો, સિક્યુરિટીના કર્મીઓ સાથે ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરી ડ્રગ્સ સંબંધી અવેરનેસ લાવવા તથા તેઓની આજુબાજુના વિસ્તારમાં કોઇ આવી ગેરપ્રવૃત્તિ થતી હોય તો તેને અટકાવવી વૈશ્વિક ડ્રગ સમસ્યા બહુપક્ષીય પડકાર સામે જાગતૃતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને પોતે વ્યસનથી મકુત રહશે અને પોતાના પરીવારજનો પણ વ્યસનથી મકુત રહે તેવી સમજ પુરી પાડવામા આવી હતી.