સતાધાર વિવાદમાં નેતાની એન્ટ્રી, કોંગ્રેસી નેતાએ ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો
અમરેલીઃ સતાધાર વિવાદમાં હવે કોંગ્રેસના નેતાએ ઝંપલાવ્યું છે. કોંગ્રેસ નેતાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને રજૂઆત કરી છે. કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય, હાલમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાતે અમિત શાહને પત્ર લખી રજૂઆત કરી છે.
સતાધાર વિવાદને લઈને રજૂઆત કરવામાં આવી છે. તેમણે પત્રમાં લખ્યુ છે કે, ‘ગુજરાત ધાર્મિકતાની લાગણીથી જોડાયેલા રાજ્ય છે અને સંતોની ભૂમિ છે. આસ્થાના કેન્દ્રબિંદુ સમાન સતાધાર સાથે અમરેલી જિલ્લાના લોકોની ધાર્મિક લાગણી જોડાયેલો છે. સતાધારનું નામ બદનામ થાય ત્યારે દરેક સમાજના લોકોની લાગણી દુભાઈ છે.’
તેઓ વધુમાં લખે છે કે, ‘આદિઅનાદી કાળથી સનાતન ધર્મ લોકોમાં આસ્થા સ્થાન ધરાવે છે. મહંત વિજય બાપુ પર પાયાવિહોણા આરોપ લગાવવામાં આવ્યા છે. કોઈપણ પુરાવા વગરના ખોટા આરોપો મૂકીને સનાતન ધર્મનું અપમાન કરાવમાં આવ્યું છે. આ સમગ્ર ઘટનાની સામે સીબીઆઈ તપાસ કરવામાં આવે.’