કલ્યાણપુરમાં મેઘતાંડવથી ભારે ખાનાખરાબી, સરપંચોની કલેકટર સમક્ષ સહાય પેકેજ આપવા માંગ
મનોજ સોની, દેવભૂમિ દ્વારકા: દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ખાબકેલા ભારે વરસાદના કારણે ગ્રામ્ય જીવન ભારે પ્રભાવિત થયું છે. ત્યારે તાલુકાના સરપંચોએ આજે કલેકટરને લેખિત રજૂઆત કરી વિશેષ પેકેજ આપવાની માંગ કરી હતી.
કલ્યાણપુર તાલુકાના સરપંચો કલેકટર કચેરીએ પહોંચ્યા હતા કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદ ના પગલે થયેલ વ્યાપક નુકસાની અંગે રજૂઆત કરવા પહોચ્યા હતા. રોડ રસ્તા સહિતના ઘર અને પાકોને થયેલા નુકસાન અંગે રજૂઆત કરવા પહોચ્યા હતા. કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ ના પગલે થયેલ નુકસાની અંગે રજૂઆત કરવા પહોચ્યા હતા.
ગ્રામ્ય વિસ્તારોમાં સિમ વિસ્તારોમાં માર્ગો તળાવો ને ભારે નુકસાન થયેલ હોઈ સરકાર પાસે વિશેષ પેકેજ આપવાની માંગ કરી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં સિમ વિસ્તારના રસ્તાઓ ધોવાઈ ગયા હોઈ તળાવોનો પારા ધોવાઈ ગયા હતા. તો ખેતરો પણ ધોવાયા હતા. ત્યારે, વ્યાપક નુકસાન થતાં કલ્યાણપુર તાલુકાના સરપંચોએ આ મામલે સરકાર પાસે વિશેષ પેકેજ આપવાની માંગ કરી આવેદન પાઠવ્યું હતું.