સરફરાઝ ખાનની સદીએ ભારત માટે રચ્યો ઈતિહાસ, દુનિયાની માત્ર ત્રણ ટીમ જ આ કરી શકી
Sarfaraz Khan: ટીમ ઈન્ડિયાના સ્ટાર યુવા ખેલાડી સરફરાઝે ન્યૂઝીલેન્ડ સામે શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. સરફરાઝે ન્યૂઝીલેન્ડ સામે 150 રનની ઈનિંગ રમી હતી. તેણે સદી ફટકારતાની સાથે તેણે ભારત માટે ઈતિહાસ રચી દીધો હતો.
ભારતીય ટીમ માટે ઈતિહાસ રચ્યો
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝનું આયોજન થઈ રહ્યું છે. જેમાં સિરીઝની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાના યુવા ખેલાડી સરફરાઝ ખાને શાનદાર સદી ફટકારી હતી. સરફરાઝ ખાનની સદીએ ઈતિહાસ રચી દીધો છે. આ મેચમાં તેણે 150 રનની ઇનિંગ રમી હતી. આ સદી દરમિયાન વિરાટ અને પંતે પણ સાથ આપ્યો હતો. સરફરાઝ ખાનની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ પ્રથમ સદી છે. તે ટીમ ઈન્ડિયા માટે સતત રન બનાવ્યા હતા.
આ પણ વાંચો: લોરેન્સ બિશ્નોઈના નામે સલમાનને મળી ધમકી – 5 કરોડ ચૂકવવા પડશે
સદી કેમ ઐતિહાસિક હતી
સરફરાઝ ખાનને છેલ્લા ઘણા સમયથી ટીમ ઈન્ડિયામાં સ્થાન મળી રહ્યું ના હતું. આખરે તેને સ્થાન મળતાની સાથે તેણે આ તકનો ભારે લાભ ઉઠાવ્યો હતો. ન્યૂઝીલેન્ડ સામે પણ તેના માટે પ્લેઈંગ 11માં સ્થાન મેળવવું ખૂબ જ મુશ્કેલ જોવા મળી રહ્યું હતું. પરંતુ આખરે તેને સ્થાન મળ્યું હતું. ગિલની ઈજાના કારણે રોહિત શર્માએ સરફરાઝ ખાનને તક આપી હતી. ટેસ્ટ ક્રિકેટમાં આ સિદ્ધિ હાંસલ કરનાર ટીમ ઈન્ડિયા ત્રીજી ટીમ બની ગઈ છે.
- ઈંગ્લેન્ડ – 927 સદીઓ
- ઓસ્ટ્રેલિયા – 892 સદીઓ
- ભારત – 550 સદીઓ
- વેસ્ટ ઈન્ડિઝ – 501 સદી
- પાકિસ્તાન – 432 સદીઓ