December 22, 2024

સરફરાઝ ખાને ટેસ્ટ કારકિર્દીની ફટકારી પ્રથમ સદી

IND vs NZ: બેંગલુરુ ટેસ્ટ મેચના ચોથા દિવસે રમતની શરૂઆત થઈ ગઈ છે. સરફરાઝ ખાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની પ્રથમ સદી ફટકારી હતી. ત્રીજા દિવસે સરફરાઝે 70 રન બનાવ્યા હતા. બેંગલુરુ ટેસ્ટ મેચની આજના દિવસે શરૂઆત થતાની સાથે ટીમના યુવા ખેલાડી સરફરાઝ ખાને શાનદાર બેટિંગની શરૂઆત કરી હતી.

ટેસ્ટ કારકિર્દીની ચોથી મેચ
બેંગલુરુ ટેસ્ટ મેચના ચોથા દિવસે રમતની શરૂઆતમાં જ શાનદાર બેટિંગ કરી હતી. ત્રીજા દિવસે પણ સરફરાઝનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. આજના દિવસે જ્યારે પંત બેટિંગ કરવા આવ્યો હતો ત્યારે સરફરાઝે પણ બેટિંગથી પોતાનું શાનદાર પ્રદર્શન ચાલું રાખ્યું હતું. તેણે 110 બોલમાં તેની પ્રથમ ટેસ્ટ સદી પૂરી કરીને ઝડપી ગતિએ રન બનાવવાનું શરૂ કર્યું છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ સરફરાઝની ટેસ્ટ કારકિર્દીની આ માત્ર ચોથી મેચ છે.

ગિલના સ્થાને ટીમમાં જગ્યા મળી
ગિલની જગ્યાએ પ્લેઇંગ 11માં સરફરાઝ ખાનને સામેલ કરવામાં આવ્યો છે. ગિલને ગરદનમાં સમસ્યા હોવાના કારણે તે આગળ રમી શક્યો ના હતા. ગિલના આઉટ થયા પછી કોહલી નંબર-3 પર બેટિંગ કરી રહ્યો હતો. આ પછી સરફરાઝને નંબર-4 પર બેટિંગ કરવા આવ્યો હતો. આ પહેલા બાંગ્લાદેશ સામેની 2 મેચોની ટેસ્ટ સિરીઝ દરમિયાન સરફરાઝને એક પણ મેચ રમવાની તક મળી ના હતી. આ વખતે ફરી તેને પ્લેઇંગ 11માં જગ્યા મળતાની સાથે તેણે પોતાનું સ્થાન નક્કી કરી દીધું છે.

આ પણ વાંચો: કોહલીના નામે ‘વિરાટ’ રનનો રેકોર્ડ, આંકડો પહોંચ્યો 9000 સુધી

ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી નહીં
સરફરાઝ ખાન છેલ્લા ઘણા સમયથી સ્થાનિક ક્રિકેટમાં પોતાનું શાનદાર પ્રદર્શન કરી રહ્યો હતો. એમ છતાં તેને ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી રહી ના હતી. ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ક્રિકેટ રમવાની તક મળી હતી. જેનો પુરો લાભ તેણે ઉઠાવ્યો હતો. ન્યૂઝીલેન્ડ સામેની આ ટેસ્ટ સિરીઝની શરૂઆત પહેલા સરફરાઝ ખાન ઈરાની ટ્રોફી મેચ રમવા ગયો હતો. જેમાં તેણે પોતાના બેટથી બેવડી સદી ફટકારી હતી.