October 21, 2024

સરફરાઝ ખાને કેએલ રાહુલથી આગળ નીકળી ગયો?

KL Rahul vs Sarfaraz Khan: સરફરાઝ ખાને હવે કેએલ રાહુલને પાછળ છોડી દીધો છે. તમને જણાવી દઈએ કે કેએલ રાહુલ હાલમાં ટીમ ઈન્ડિયાનો ટોપ ટ્રેન્ડ બેટ્સમેન છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સરફરાઝ ખાન
સરફરાઝ ખાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની આ સિઝનમાં અત્યાર સુધી માત્ર 4 મેચ રમ્યો છે. તે આ 4 મેચમાં 350 રન બનાવવામાં સફળ રહ્યો છે. તેની એવરેજ 58.33 છે. તે 77.77ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી રહ્યો છે. સરફરાઝ પહેલી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ રમી રહ્યો છે. આ પહેલા તે ટીમમાં સામેલ પણ ના હતો. કેએલ રાહુલની વાત કરવામાં આવે તો તેણે 6 મેચ રમી છે જેમાં તે 339 રન બનાવવામાં સફળ રહ્યો છે. તેની એવરેજ 37.66 અને સ્ટ્રાઈક રેટ 67.66 છે. તેના નામે અત્યાર સુધી એક સદી અને બે અડધી સદી છે. એટલે સરફરાઝ થોડા જ દિવસોમાં કેએલ રાહુલ કરતા આગળ નીકળી ગયો હતો.

આ પણ વાંચો: લોરેન્સ બિશ્નોઈના નામે સલમાનને મળી ધમકી – 5 કરોડ ચૂકવવા પડશે

પ્લેઈંગ ઈલેવનમાં રમવાની તક
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝમાં હજુ બે મેચ બાકી છે. હવે જોવાનું રહ્યું કે આગળની મેચમાં કેએલ રાહુલને પ્લેઈંગ ઈલેવનમાં રમવાની તક મળે છે કે કેમ. આ સિરીઝમાં સારું પ્રદર્શન કર્યા પછી હવે સવાલ એ છે કે આગામી સિઝનમાં તેને તક મળે છે કે કેમ. આગામી થોડા દિવસોમાં કેએલ રાહુલનું ભવિષ્ય ચોક્કસ નક્કી કરવામાં આવી શકે છે.