February 2, 2025

સાપુતારામાં ગમખ્વાર અકસ્માત, 5 લોકોના મોત

Saputara Accident: ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટ માર્ગમાં અકસ્માત થયો છે. માલેગાંવ ઘાંટમાં ખાનગી બસ ઉતરી ગઈ હતી. જેના કારણે 5 લોકોના મોત થયા છે. આ બસમાં અંદાજે 50 જેટલા મુસાફરો હતા.

આ પણ વાંચો:ગુજરાતમાં 20 IASની બદલી, 4ને પ્રમોશન

5 લોકોના થયા મોત
વહેલી સવારે અંદાજે 4 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. અકસ્માતની જાણ થતાની સાથે આજૂબાજૂમાં રહેતા લોકો દોડી આવ્યા હતા. હાલ 5 મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે. બાકીના ઘાયલ મુસાફરોને સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં પોલીસ થતા ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. પોલીસની સાથે એડિશનલ કલેકટર પણ પહોંચ્યા હતા.