News 360
Breaking News

શું સંજુ સેમસન અને રાહુલ દ્રવિડ વચ્ચે થઈ છે બોલાચાલી?

Sanju Samson: રાહુલ દ્રવિડ રાજસ્થાન રોયલની જવાબદારી સંભાળી રહ્યા છે. પરંતુ મીડિયા રિપોર્ટ પ્રમાણે રાહુલ અને સંજુ સેમસન વચ્ચે બરાબર ચાલી રહ્યું નથી. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેના કારણે ચાહકોમાં ઘણી ચર્ચા થઈ હતી.

આ પણ વાંચો: રાહુલે IPLમાં છગ્ગાનો તોડ્યો રેકોર્ડ, શેન વોટસન અને જોસ બટલરને પણ છોડી દીધા પાછળ

રાહુલ દ્રવિડે સ્પષ્ટતા કરી
પ્રેસ કોન્ફરન્સમાં દ્રવિડે સ્પષ્ટ કહ્યું, “મને ખબર નથી કે આ અહેવાલો ક્યાંથી આવી રહ્યા છે. સંજુ અને મારા વિચાર એકસરખા છે.” સેમસનની ઈજાને કારણે રાજસ્થાન રોયલ્સને IPL 2025 ની શરૂઆતમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ સામેની જીત બાદ, ટીમની સ્થિતિમાં સુધારો થતો જોવા મળ્યો હતો. રાહુલ દ્રવિડે કહ્યું કે કેપ્ટન તરીકે સંજુ સેમસન ટીમના નિર્ણય લેવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.