January 2, 2025

ભારતના વિકેટકીપર-બેટ્સમેનનો મોટો નિર્ણય, આ ટીમનો બની ગયો માલિક

Sanju Samson Football Team: એક તરફ ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી માટે ચેન્નાઈમાં ભેગી થવા જઈ રહી છે. બીજી તરફ ટીમ ઈન્ડિયાના વિકેટકીપર અને બેટ્સમેને એક મોટું પગલું ભર્યું છે. હવે રાજસ્થાન રોયલ્સ (RR)નો કેપ્ટન નવી ભૂમિકામાં જોવા મળશે. ખરેખરમાં ટીમ ઈન્ડિયાના વિકેટકીપર સંજુ સેમસને ક્રિકેટ સિવાય ફૂટબોલમાં પ્રવેશવાનો નિર્ણય કર્યો છે. સંજુ કેરળ ફૂટબોલ લીગમાં એક ટીમનો માલિક બની ગયો છે.

સંજુ સેમસને ક્રિકેટથી આગળ વધીને રમતગમતના વ્યવસાય ક્ષેત્રે પગ મૂકવાનો અને કેરળ સુપર લીગ (KSL) માં ભાગ લેતી ફૂટબોલ ટીમ મલપ્પુરમ FCના સહ-માલિક બનવાનું નક્કી કર્યું છે. કોચીના જવાહરલાલ નેહરુ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ફોરકા કોચી સામે 2-1થી જીત સાથે મલપ્પુરમ FCની ઐતિહાસિક પ્રથમ જીતના સમાચાર ખૂબ જ ચર્ચામાં છે. મલપ્પુરમ જિલ્લામાં સ્થિત ટીમ તેની ઘરેલું મેચો પય્યાનાડ સ્ટેડિયમમાં રમે છે, જેને મલપ્પુરમ ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સ્ટેડિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં 30,000 દર્શકોની બેઠક ક્ષમતા છે.

 

View this post on Instagram

 

A post shared by Malappuram FC (@malappuram.mfc)

સંજુ ફૂટબોલ સાથે જોડાયેલો છે
સેમસન એક માલિકી જૂથમાં જોડાયો છે જેમાં VA અજમલ બિસ્મી, ડૉ. અનવર અમીન ચેલત અને બેબી નીલાંબરાનો સમાવેશ થાય છે. આ વર્ષે કેરળ સુપર લીગ એટલે કે KSLની પ્રથમ સીઝન છે, જેમાં 6 ટીમો ભાગ લઈ રહી છે. KSL ભારતના મુખ્ય ફૂટબોલ માળખાનો ભાગ ન હોવા છતાં તે સ્થાનિક ફૂટબોલ પ્રતિભાને ઉછેરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો: ફૂલેરાથી અમદાવાદ આવતી ટ્રેનને પાટા પરથી ઉતારવાનું કાવતરું

દુલીપ ટ્રોફી 2024માં આ ટીમનો ભાગ
સંજુ સેમસન હાલમાં 2024 દુલીપ ટ્રોફીમાં ભાગ લઈ રહ્યો છે. ઈશાન કિશનની ઈજાને કારણે તેને ઈન્ડિયા ડી ટીમમાં છેલ્લી ઘડીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેના કારણે તે પ્રથમ રાઉન્ડમાંથી બહાર થઈ ગયો હતો. તેના મોડેથી સમાવેશ કરવા છતાં સેમસન ઈન્ડિયા સી સામે ઈન્ડિયા ડીની મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવી શક્યો ન હતો. તેની જગ્યાએ કેએસ ભરતને વિકેટકીપર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

સેમસન ભારતીય રેડ-બોલ ક્રિકેટના આયોજનનો ભાગ નથી પરંતુ સફેદ-બોલ ટીમ સાથે સંકળાયેલો છે. શ્રીલંકા સામેની શ્રેણી માટે તેને વન-ડે ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હતો, પરંતુ ટી20 શ્રેણીમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સંજુ ઝિમ્બાબ્વે પ્રવાસ પર પણ ગયો હતો. તમને જણાવી દઈએ કે, સેમસન ટી-20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતો, જોકે તેને આખી ટૂર્નામેન્ટમાંથી બહાર રહેવું પડ્યું હતું.