May 18, 2024

CHHAGAN BHUJBAL: છગન ભુજબળના રાજીનામા પર સંજય રાઉતે મહારાષ્ટ્ર સરકાર પર કર્યાં પ્રહાર

મુંબઇ: શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે છગન ભુજબળના રાજીનામા પર પ્રતિક્રિયા આપી છે. સંજય રાઉતે કહ્યું કે છગન ભુજબળે દેવેન્દ્ર ફડણવીસને પોતાનું રાજીનામું આપ્યું છે જે ગેરકાયદેસર છે. મીડિયા સાથે વાત કરતા સંજય રાઉતે કહ્યું, ‘રાજીનામું મુખ્યમંત્રીને આપવું જોઈએ. જો છગન ભુજબળે દેવેન્દ્ર ફડવીસને રાજીનામું આપ્યું હોય તો તે ગેરકાયદેસર છે. તેઓ લોકોને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
બીજી બાજુ શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નિવેદન પર તેમણે કહ્યું, ‘અમે કોઈના દુશ્મન નથી. અમે અહીં લોકશાહીનું રક્ષણ કરવા આવ્યા છીએ. વડાપ્રધાન મહારાષ્ટ્ર રાજ્યની મુલાકાતે આવ્યા જે સારી બાબત છે. પણ તમે મહારાષ્ટ્રમાં શું લાવી રહ્યા છો? જ્યારે પીએમ અહીંયા આવ્યા ત્યારે મહારાષ્ટ્રના લોકો ડરી ગયા હતા.

‘હું OBC માટે અંત સુધી લડીશ’
નોંધનીય છે કે મહારાષ્ટ્ર સરકારમાં અજિત પવાર જૂથના મંત્રી છગન ભુજબળે ખુલાસો કર્યો હતો કે ગયા વર્ષે નવેમ્બરમાં તેમણે મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. છગને રાજ્ય સરકાર પર મરાઠા સમુદાયને OBC ક્વોટામાં બેકડોર એન્ટ્રી આપવાનો આરોપ લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ભુજબલે કહ્યું કે તેઓ બે મહિનાથી વધુ સમય સુધી મૌન રહ્યા કારણ કે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ તેમને આ અંગે બોલવાની મનાઈ કરી હતી. OBC નેતાએ કહ્યું, બરતરફીની કોઈ જરૂર નથી, મેં મારું રાજીનામું આપી દીધું છે. હું OBC માટે અંત સુધી લડીશ. રાજ્યની વસ્તીમાં ઓબીસી 54-60 ટકા, એસસી/એસટી 20 ટકા અને બ્રાહ્મણો 3 ટકા છે, તેમ છતાં તમામ ધારાસભ્યો અને સાંસદોને મરાઠા મતો ગુમાવવાનો ડર છે. વધુમાં ભુજબલે કહ્યું, “અમે મરાઠા સમુદાય માટે આરક્ષણનો વિરોધ નથી કરતા, પરંતુ તેમને અલગ અનામત આપવી જોઈએ. અમારા (ઓબીસી) ક્વોટા હેઠળ આપશો નહીં, પરંતુ તેઓ (મનોજ જરાંગે) કહે છે કે તેને ઓબીસી ક્વોટા હેઠળ આપો. તેમણે આરોપ લગાવ્યો હતો કે સર્વેક્ષણ દ્વારા મરાઠા સમુદાયના પછાતને નક્કી કરવા માટે રાજ્ય પછાત વર્ગ આયોગ દ્વારા ડેટા એકત્રિત કરવાની પ્રક્રિયામાં ખામી હતી.