પવિત્ર યાત્રા પહેલા ભાવુક દેખાઈ Sania Mirza, લખ્યો લાંબો મેસેજ
Sania Mirza: ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ તેના ચાહકોને એક માહિતી આપી છે. જેમાં તેણે X પર પોસ્ટ કરીને તેના ચાહકોની માફી માંગી હતી. જેમાં તેમણે લખ્યું કે તે તેની હજ યાત્રા શરૂ કરવાની છે.
પવિત્ર યાત્રા પર જવાની તક
ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા હજ યાત્રા માટે રવાના થઈ ગઈ છે. ત્યારે તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે. જેમાં તેમણે લખ્યું કે તેને લાંબી રાહ જોયા બાદ આ પવિત્ર યાત્રા પર જવાની તક મળી છે. સોશિયલ મીડિયા પર તેણે કહ્યું કે તેને અતુલ્ય તક મળી છે. તેણે તેના ચાહકોની માફી પણ માંગી હતી. થોડા જ સમયમાં તે સાઉદી અરેબિયાના પવિત્ર શહેર મક્કામાં હશે.
નવા અનુભવની તૈયારી
સાનિયા મિર્ઝાએ X એકાઉન્ટ પર શેર કરેલી લાંબી નોટમાં લખ્યું કે મારા પ્રિય મિત્રો, હું એક નવા અનુભવની તૈયારી કરી રહી છું. તમારી બધી ભૂલો માટે હું તમારા બધાની માફી માંગુ છું. મારું હૃદય અત્યારે ખૂબ જ લાગણીશીલ અને કૃતજ્ઞતાથી ભરેલું છે. હું આશા રાખું છું કે અલ્લાહ મારી પ્રાર્થના સ્વીકારશે. હું નસીબદાર છું. હું મારા જીવનની ખાસ સફર પર જઈ રહી છુ મને વિશ્વાસ છે કે હું વધુ સારી વ્યક્તિ તરીકે પાછી આવીશ.
🤲🏽❤️🕋 pic.twitter.com/oKOnQ0FInU
— Sania Mirza (@MirzaSania) June 9, 2024
આ પણ વાંચો: UFC જીતનારી પ્રથમ ભારતીય ફાઇટર બની પૂજા તોમર
ટેનિસમાંથી નિવૃત્તિ
આ પહેલા સાનિયા મિર્ઝાએ ગયા વર્ષે ટેનિસમાંથી નિવૃત્તિ લીધી હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર ઘણી પોસ્ટ શેર કરી છે. જેમાં તેના માતા-પિતા જોવા મળી રહ્યા છે. તેણે કેપ્શનમાં લખ્યું કે અલહમદુલિલ્લાહ. અલ્લાહ અમારી પ્રાર્થના સ્વીકારે. હજ અને ઉમરા વચ્ચે શું તફાવત છે? જેઓ જાણતા નથી તેમના માટે, હજ દરેક મુસ્લિમ માટે ફરદ (ફરજિયાત) છે, જ્યારે ઉમરાહ સુન્નત છે. જો આપણી સાદી ભાષામાં કહીએ તો હજ ઇસ્લામના પાંચમા સ્તંભ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક લાંબી અને ધાર્મિક યાત્રા છે. આ યાત્રા વર્ષના ચોક્કસ સમયે કરવામાં આવે છે.