આ શેરે તો લોકોને કરી દીધા માલામાલ! 1 લાખના થઈ ગયા 14 લાખ
Samvardhana Motherson International: શેર માર્કેટમાં છેલ્લા કેટલાક સમયથી ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ કેટલાક સ્ટોકમાં વેચવાલીના કારણે શાનદાર રિટર્ન આપી રહી છે. આજે એવા જ એક શેરની વાત કરવી છે. જેણે લાંબા સમયના રોકાણકારોને મોટો નફો આપ્યો છે. સંવર્ધન મધરસન ઈન્ટનેશનલ લિમિટેડના શેરમાં લાંબા સમયના રોકાણકારોને માલામાલ કરી દીધા છે. સંવર્ધન મધરસન ઈન્ટનેશનલ લિમિટેડે લોન્ગ ટર્મમાં 138.900%થી પણ વધારે રિટર્ન આપ્યું છે. વર્તમાન સમયમાં આ કંપનીના શેરમાં પ્રાઈસ 111.20 રૂપિયા છે. તેના 52 અઠવાડિયાના હાઈ લેવલ 123.50 રુપિયા અને 52 અઠવાડિયાનો લો લેવલ 61.80 રુપિયા પ્રતિ શેર છે.
એક સમયે શેરની કિંમત માત્ર આટલી
સંવર્ધન મધરસન ઇન્ટરનેશનલ લિમિટેડ કંપની 1999માં શેરબજારમાં આવી. ત્યારે તેના શેરની કિંમત 0.080 રૂપિયા હતી, પરંતુ આજે આ શેર 111.20 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન, રોકાણકારોને 138,900% નું મજબૂત વળતર મળ્યું છે. આવી સ્થિતિમાં જો આપણે ગણતરી કરીએ તો જો કોઈએ લગભગ 25 વર્ષ પહેલાં આ શેરોમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તેને હાલમાં લગભગ 14 કરોડ રૂપિયાનો નફો થયો હોત.
એક વર્ષમાં પણ મજબૂત વળતર
આ મલ્ટિબેગર સ્ટોક્સે છેલ્લા પાંચ વર્ષમાં માત્ર 13 ટકાનું વળતર આપ્યું છે. જો કે છેલ્લા એક વર્ષમાં સંવર્ધન મધરસન ઈન્ટરનેશનલ લિમિટેડના શેરે 64 ટકા વળતર આપ્યું છે. આ શેરે છ મહિનામાં 12.04% વળતર આપ્યું છે. આવી સ્થિતિમાં જો કોઈએ એક વર્ષ પહેલા આ સ્ટોકમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત, તો આજે તેના રૂ. 1 લાખ રૂ. 1.64 લાખ થઇ ગયા હોત.
શેરબજારમાં કડાકો
નોંધનીય છે કે શુક્રવારે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 0.62% અથવા 453 પોઈન્ટ ઘટીને 72,643.43 ના સ્તરે પહોંચ્યો. એક મહિનામાં સેન્સેક્સમાં 64 પોઈન્ટનો ઘટાડો થયો છે. નિફ્ટીની વાત કરીએ તો શુક્રવારે તે 123 પોઈન્ટ ઘટીને 22,023 પર બંધ થયો હતો. એક મહિનામાં તેમાં 98 પોઈન્ટનો ઘટાડો થયો છે.