January 21, 2025

શું તમારે પણ નખ પર બને છે આવું નિશાન? મળશે ખૂબ જ માન-સમ્માન

સામુદ્રિક શાસ્ત્ર: સામુદ્રિક શાસ્ત્રમાં લોકોના હાથ પરની રેખાઓ, બનાવટ, ચિહ્નો વગેરે જોઈને તેમના વ્યક્તિત્વ, સ્વભાવ અને ભવિષ્ય વિશે ઘણી બાબતો જાણી શકાય છે. આ રેખાઓ, બનાવટ, ગુણ વગેરે તમારા માટે સારા અને ખરાબ બંને હોઈ શકે છે. તેવી જ રીતે લોકોની આંગળીઓ પર હાજર નખ જોઈને, આપણે તેમના સ્વભાવ વિશે પણ જાણી શકીએ છીએ. ઘણીવાર તમે નખના તળિયે સફેદ રંગનો અર્ધચંદ્રાકાર જોયો જ હશે.આ અર્ધચંદ્રાકારનો અલગ અલગ આંગળીઓ પર અલગ-અલગ અર્થ થાય છે.
તો ચાલો જાણીએ.

તર્જની આંગળી

સમુદ્ર શાસ્ત્ર અનુસાર, જે વ્યક્તિની તર્જનીના નખના તળિયે અર્ધ ચંદ્ર હોય છે તે ખૂબ જ સ્વાભિમાની હોય છે, તે જીવનમાં કોઈની મદદ વિના આગળ વધે છે અને સખત મહેનત દ્વારા ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે. આવા લોકોને નોકરી, પ્રમોશન કે બિઝનેસમાં ઘણી પ્રગતિ મળે છે.

વચલી આંગળી

સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિની મધ્ય આંગળીના નખની નીચે અર્ધચંદ્ર હોય છે તે ખૂબ જ ધનવાન હોય છે. આવા લોકોને ભલે બધું મોડું મળે પણ જ્યારે મળે છે ત્યારે કંઇક વધારે જ મળે છે. આ લોકો પાસે અઢળક સંપત્તિ હોય છે અને તેઓ ખૂબ જ વૈભવી જીવન જીવે છે.

અનામિકા (રિંગ) આંગળી

સમુદ્ર શાસ્ત્ર અનુસાર, જે વ્યક્તિની રીંગ આંગળીના નખની નીચે અર્ધચંદ્ર હોય છે તે સ્વાભિમાની અને ખૂબ પ્રામાણિક હોય છે. તેઓ સમાજમાં ઘણું માન અને નામ કમાય છે. આવા લોકો IS, IPS જેવા ઉચ્ચ હોદ્દા ધરાવે છે. આ સિવાય આ લોકો રાજકારણમાં પણ ઘણું નામ કમાય છે.

ટચલી (કનિષ્ઠા) આંગળી

સમુદ્ર શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિની નાની આંગળી એટલે કે સૌથી નાની આંગળીના નખની નીચે અર્ધચંદ્રાકાર હોય છે તેવા લોકો ખૂબ જ સર્જનાત્મક હોય છે. તેઓ મહેનતુ પણ હોય છે, તેથી તેઓ જીવનમાં ખૂબ પૈસા કમાય છે. આવા લોકો બિઝનેસ, સંગીતકાર, એન્કરિંગ વગેરે ક્ષેત્રોમાં જવાનું પસંદ કરે છે.