January 27, 2025

ઈયરબડ્સથી સાંભળતા હોવ તો સાવધાન, મહિલાના કાનમાં ફાટ્યું બડ્સ!

Samsung Earbuds: સેમસંગના ઇયરબડ ફાટવાની એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. કાનમાં ઈયરબડ્સ બ્લાસ્ટ થવાને કારણે મહિલાએ સાંભળવાની ક્ષમતા ગુમાવી દીધી હતી. લાખો લોકોએ તેમની દિનચર્યામાં સ્માર્ટફોનની સાથે ઇયરબડનો ઉપયોગ કરતા હોય છે. જે તમને નુકસાન કરી શકે છે.

કાનમાં ઇયરબડ્સ ફૂટે છે
તુર્કીના કોમ્યુનિટી ફોરમ પર, બાયઝીટ નામના યુઝરે દાવો કર્યો હતો કે તેની ગર્લફ્રેન્ડ ગેલેક્સી બડ્સ એફઇનો ઉપયોગ કરી રહી છે. તેના કાનમાં અચાનક ધડાકો થયો હતો. જેના કારણે તેને સાંભળવાની ક્ષમતા ગુમાવી દીધી હતી. આ ચોંકાવનારી ઘટના પછી સેમસંગ પાસેથી ટેક્નિકલ મદદ માંગવામાં આવી હતી. કંપનીએ વપરાશકર્તાને ઘટના વિશે વિગતવાર માહિતી માંગી અને તેમને ઇયરબડ્સ બદલવાની ઓફર કરવામાં આવી હતી. વપરાશકર્તા સેમસંગના પ્રતિસાદથી ખૂબ જ નિરાશ જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: ચહેરા પર મધ લગાવવાથી કરચલીઓ થશે દૂર, 2 વસ્તુઓ સાથે મિક્સ કરીને કરો ઉપયોગ

નક્કર કારણ મળ્યું નથી
દક્ષિણ કોરિયન કંપનીએ આ ઘટના પર માફી માંગી હતી. જેમાં તેમણે કહ્યું કે અમે વિસ્ફોટ થયેલા ઈયરબડ્સની તપાસ કરી હતી. અમને કોઈ એવું નક્કર કારણ મળ્યું નથી. સેમસંગના આ પ્રતિસાદથી વિશ્વભરના લાખો ઇયરબડ યુઝર્સની ચિંતા વધી છે. આવી ઘટનાઓ જીવલેણ બની શકે છે. લોકો અલગ અલગ રીતે આકરી ટીકા કરી રહ્યા છે. ઇયરબડ્સમાં ઇલેક્ટ્રિક સર્કિટ પણ હોય છે, જે સમસ્યા ઊભી કરી શકે છે.