January 22, 2025

લોરેન્સ બિશ્નોઈના નામે સલમાનને મળી ધમકી – 5 કરોડ ચૂકવવા પડશે

Salman Khan: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને મારી નાખવાનાની ધમકી આપવામાં આવી છે. સલમાન ખાનને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. નવી ધમકીમાં એવું કહેવામાં આવ્યું છે કે સલમાન ખાન અને લોરેન્સ બિશ્નોઈ વચ્ચે 5 કરોડ રૂપિયામાં સમાધાન થશે. જો 5 કરોડ રૂપિયા નહીં આપવામાં આવે તો તેની હાલત સિદ્દીકી કરતા પણ ખરાબ કરવાની ધમકી આપવામાં આવી છે.

ધમકીમાં લખવામાં આવી આ વાત
આ નવી ધમકીમાં લખવામાં આવ્યું છે કે, આ ધમકીને હળવાશથી ના લેવી. જો સલમાન ખાન જીવતો રહેવા માંગતો હોય તો અને લોરેન્સ બિશ્નોઈ સાથેની દુશ્મની ખતમ કરવા માંગે છે તો તેણે 5 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. જો પૈસા નહીં આપવામાં આવે તો સલમાન ખાનની હાલત બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ થઈ જશે. આ ધમકી મળતાની સાથે મુંબઈ પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ છે.

આ પણ વાંચો: ગોવિંદા ત્રણ દિવસ પછી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, હાથ જોડીને કહ્યુ – હું તમારી કૃપાથી સુરક્ષિત

4 લોકોની ધરપકડ કરવામાં આવી
તમને જણાવી દઈએ કે 12 ઓક્ટોબરે દશેરાના દિવસે એક યુવકે બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. જોકે આ કેસમાં અત્યાર સુધીમાં 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં હરિયાણાના ગુરમેલ બલજીત સિંહ, ઉત્તર પ્રદેશના ધર્મરાજ રાજેશ કશ્યપ, પુણેના પ્રવીમ લોનકર અને હરીશ કપૂર બલક્રમ નિષાદનો સમાવેશ થાય છે.