News 360
March 31, 2025
Breaking News

જાનથી મારી નાખવાની ધમકી, હવે સલમાન ખાને તોડ્યું મૌન; કહ્યું- જેટલી ઉંમર લખી છે…

Salman Khan: સલમાનખાન જ્યારે પણ તે ઈદ પર કોઈ ફિલ્મ રિલીઝ કરે છે, ત્યારે તેના ફેન્સમાં અલગ જ ક્રેઝ જોવા મળે છે. હવે ઈદના ખાસ પ્રસંગે સલમાન પોતાની ફિલ્મ સિકંદર રિલીઝ કરવા જઈ રહ્યો છે. સિકંદર 30 માર્ચ, રવિવારના રોજ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે. એવી અપેક્ષા છે કે સિકંદરની રિલીઝ સાથે બોક્સ ઓફિસ પર પૈસાનો વરસાદ થશે. મોટી ફિલ્મોને કઠિન સ્પર્ધાનો સામનો કરવો પડશે. તાજેતરમાં સિકંદરના પ્રમોશન દરમિયાન સલમાન ખાને પણ તેમને મળી રહેલી જાનથી મારી નાખવાની ધમકીઓનો જવાબ આપ્યો.

26 માર્ચે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન સલમાન ખાને સિકંદર વિશે વાત કરી. તેમણે બધાના પ્રશ્નોના જવાબ પણ આપ્યા. બધા જાણે છે કે સલમાન ખાનને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. આ અંગે જ્યારે સલમાનને પૂછવામાં આવ્યું કે શું જાનથી મારી નાખવાની ધમકીઓ તેમને પરેશાન કરે છે? સલમાનના જવાબે બધાનું દિલ જીતી લીધું. સલમાને જવાબ આપતા પહેલા આંગળીથી ઉપર તરફ ઈશારો કર્યો.

ભગવાન-અલ્લાહ બધાથી ઉપર છે: સલમાન ખાન
સલમાન ખાને કહ્યું, “ભગવાન, અલ્લાહ બધાથી ઉપર છે. જેટલી ઉંમર લખી છે એટલી લખી છે. બસ આ છે. કેટલીક વાર ઘણા બધા લોકોને સાથે લઈને ચાલવું પડે છે. બસ આજ સમસ્યા થઈ જાય છે. સલમાન માત્ર એક મોટો સુપરસ્ટાર નથી, પરંતુ તે હંમેશા તેના પરિવારને સાથે રાખે છે. સલમાન તેની ઉદારતા માટે પણ જાણીતો છે. સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ પર બે બાઇકસવારોએ હુમલો કર્યો હતો તે કોઈથી છુપાયેલું નથી.

આ પણ વાંચો: હવે ટ્રમ્પ અમેરિકામાં વિદેશી કારો પર 25% ટેરિફ લાદશે, શું છે ટ્રમ્પનો પ્લાન?

સલમાન ખાનના ઘર પર થયો હતો ગોળીબાર
સલમાનના ઘરની બાલ્કનીમાં ગોળીઓ ચલાવવામાં આવી હતી. વાત અહીં પૂરી ન થઈ, સલમાનના નજીકના મિત્ર બાબા સિદ્દીકીની પણ ગોળી મારીને હત્યા કરવામાં આવી. સુપરસ્ટારના પિતા સલીમ ખાનને પણ ધમકી આપવામાં આવી હતી. આવી સ્થિતિમાં સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગયા વર્ષથી સલમાન જ્યાં પણ જાય છે, તે સુરક્ષા કવચમાં જાય છે.